આ અઠવાડિયે લોન્ચ થયા 5 Smartphone, આ છે સૌથી સસ્તું મોડલ
Smartphone Launched This Week: જુલાઈના પહેલા સપ્તાહમાં 5 સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. જો તમે પણ નવો ફોન લેવાનું વિચારી રહ્યા છો તો જુઓ આ લિસ્ટ..
Samsung Galaxy M34: આ સ્માર્ટફોન ગઈકાલે જ લૉન્ચ થયો છે. તેની કિંમત 16,999 રૂપિયાથી શરૂ થાય છે. આ અઠવાડિયે લોન્ચ થયેલો આ સૌથી સસ્તો ફોન છે. આમાં તમને 6000 mAh બેટરી, 6.5 ઇંચની ડિસ્પ્લે અને 50MP પ્રાઇમરી કેમેરા મળે છે.
Realme Narzo 60 Series: Realme એ 6 જુલાઈના રોજ બે સ્માર્ટફોન લૉન્ચ કર્યા જેમાં Realme Narzo 60 અને 60 Proનો સમાવેશ થાય છે. આ સીરીઝની કિંમત રૂ.17,999 થી શરૂ થાય છે. સિરીઝમાં તમને 5000 mAh બેટરી, 6.43 અને 6.7 ઇંચની ડિસ્પ્લે મળે છે. Narzo 60 સીરીઝની ખાસ વાત એ છે કે આમાં તમને 1TB ઈન્ટરનલ સ્ટોરેજ ઓપ્શન મળે છે જેની સાથે કંપની 12GB રેમ સપોર્ટ આપે છે. આ વેરિઅન્ટની કિંમત 29,999 રૂપિયા છે.
Oneplus Nord 3 અને CE 3: OnePlus એ 5મી જુલાઈના રોજ આ 2 ફોન લૉન્ચ કર્યા હતા. OnePlus Nord માં, તમને 5000 mAh બેટરી, 6.74 ઇંચ ડિસ્પ્લે, 50MP પ્રાથમિક કેમેરા મળે છે. ફોનની કિંમત 33,999 રૂપિયા અને 37,999 રૂપિયા છે. Oneplus Nord CE 3ની કિંમત 26,999 રૂપિયાથી શરૂ થાય છે.
IQOO Neo 7 Pro: IQOO Neo 7 Pro 5G સ્માર્ટફોન 4 જુલાઈના રોજ લોન્ચ થયો હતો. ફોનમાં 5000 mAh બેટરી, 6.78 ઇંચ AMOLED ડિસ્પ્લે અને 120 W ફાસ્ટ ચાર્જિંગ છે. ફોનની કિંમત 33,999 રૂપિયાથી શરૂ થાય છે.
Motorla Razr 40 Series: Motorola એ વિશ્વનો સૌથી પાતળો અને સૌથી મોટો કવર ડિસ્પ્લે સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીએ 3 જુલાઈના રોજ Motorola razr 40 અને 40 ultra લોન્ચ કર્યા હતા. Motorola Razr 40 ની કિંમત 59,999 રૂપિયાથી શરૂ થાય છે. Motorola Razr 40 Ultraની કિંમત 89,999 રૂપિયા છે.
આ પણ વાંચો:
મેઘરાજાએ ગુજરાતને ઘમરોળ્યું, ગુજરાતમાં આ જિલ્લાઓમાં આજે અતિભારે વરસાદની આગાહી
Threads: 5 કરોડ યૂઝર્સ સાથે Threads ની દમદાર શરુઆત, 24 કલાકમાં થઈ 9.5 કરોડ પોસ્ટ
Vakri Shani: આ 3 રાશિના લોકો સ્વાસ્થ્યનું રાખે ખાસ ધ્યાન, વધશે શારીરિક કષ્ટ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube