સ્માર્ટફોન બનાવનાર Xiaomi લોન્ચ કરશે સ્માર્ટ શૂઝ, જાણો શું છે ખાસ
સ્માર્ટફોન બનાવનાર ચાઇનીઝ કંપની Xiaomi ટૂંક સમયમાં જ ભારતમાં પોતાના સ્માર્ટ શૂઝ લોન્ચ કરવા જઇ રહી છે. કંપની ચીનમાં પોતાના સ્માર્ટ શૂઝ પહેલાં લોન્ચ કરી ચૂકી છે. હવે તેને ભારતમાં લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કંપની તેને Mi Sports Shoes ના બ્રાડિંગ સાથે લોન્ચ કરી શકે છે. ભારતમાં પહેલાં જ Xiaomi ના બેકપેક, સનગ્લાસ, પિલો જેવી લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ્સ હાજર છે.
ટ્વિટ દ્વારા જાહેર કર્યું ટીઝર
Xiaomi એ સ્માર્ટ શૂઝના રિલીઝને ટ્વિટ દ્વારા ટીઝ કર્યું છે, જેમાં શૂઝની શબ્દો દ્વારા એક ઇમેજ બનાવવામાં આવી છે. ઇમેજમાં લખવામાં આવ્યું છે કે “Ready to put your #BestFootForward?” તો બીજી તરફ ટ્વિટના ટાઇટલમાં “Guess what’s coming? #BFF” લખવામાં આવ્યું છે, જેથી તે સુનિશ્વિત થઇ ગયું છે કે આ પ્રોડક્ટ ટૂંક સમયમાં લોન્ચ થવાની છે. MySmartPrice ના એક રિપોર્ટ અનુસાર કંપની આ શૂઝની 2,999 રૂપિયા નક્કી કરવામાં આવી શકે છે. આ ઉપરાંત આ પ્રોડક્ટને લોન્ચ કરવાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે.
આ મહીને લોન્ચ થવાનો છે રેડમી નોટ 7 સ્માર્ટફોન
તમને જણાવી દઇએ કે કંપની આ મહીને રેડમી નોટ 7ને લોન્ચ કરવાની છે. હાલ તેની કોઇ જાણકારી નથી કે કંપની આ સ્પોર્ટ્સ શૂઝને નોટ 7ની સાથે લોન્ચ કરશે અથવા અલગથી લોન્ચ કરશે.