નવી દિલ્હીઃ કબીર દાસનો એક દોહો છે કે- અતિ કા ભલા ન બોલના, અતિ કી ભલી ન ચૂપ, અતિ કા ભલા ન બરસના, અતિ કી ભલી ન ધૂપ. આ દોહો સ્માર્ટફોનના ઉપયોગના મામલામાં આ દોહો એકદમ ફિટ બેસે છે. આજના સમયમાં સ્માર્ટફોન ઉપયોગની અતિ થઈ રહી છે, જે તમને બીમાર બનાવી રહી છે. જેમ પરમાણુ બોમ્બની સાઇડ ઇફેક્ટ આજે પણ હિરોસિમા અને નાગાશાકીના બાળકોમાં જોઈ શકાય છે. આવી સ્માર્ટફોનની સાઇડ ઇફેક્ટ છે, જે બાળકોને માનસિક, શારીરિક રીતે નુકસાન પહોંચાડી રહ્યો છે. તેની અસર બાળકોની આખી જિંદગીમાં જોવા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળકોના સ્વાસ્થ્ટ પર સ્માર્ટફોનની ખરાબ અસર
ઈન્ડિયન સ્પીચ એન્ડ હિયરિંગ એસોસિએશન એટલે કે ISHA  એ હેલ્થ પાર્લિયામેન્ટની સાથે મળીને એક ડોર ટૂ ડોર સર્વે કર્યો છે. તેમાં દિલ્હી એનસીઆર અને જમ્મુ-કાશ્મીરના બાળકોને સામેલ કરવામાં આવ્યો છે. આ સર્વે રિપોર્ટથી ખુલાસો થયો છે કે સ્માર્ટફોનનો જરૂર કરતા વધુ ઉપયોગને કારણે બાળકોમાં સાંભળવાનો ડિસઓર્ડર થઈ રહ્યો છે. સંક્ષેપમાં કહો તો બાળકોમાં બહેરાપનની બીમારી ઝડપથી વધી રહી છે. સામાન્ય રીતે દરેક ઉંમરના લોકોમાં સાઉન્ડ ડિસઓર્ડરની સમસ્યા ઝડપથી દેખાઈ રહી છે. સામાન્ય રીતે દરેક ઉંમર વર્ગના લોકોમાં સાઉન્ડ ડિસઓર્ડરની સમસ્યા જોવા મળી રહી છે. પરંતુ ખાસ કરીને બાળકોમાં તેના  ઝડપથી ફેલાવાના પ્રમાણ મળી રહ્યાં છે. 


આ પણ વાંચોઃ 219 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ 5G ડેટા, Jio Cinema ની સાથે કોલિંગ પણ ફ્રી


આ છે ડિસઓર્ડરનું કારણ
- રિપોર્ટ પ્રમાણે દિલ્હીના 6થી 12 વર્ષના 42.4 ટકા બાળકો આ બીમારીનો શિકાર બની રહ્યાં છે. 
- તો 13થી 18 વર્ષના 31.1 ટકા બાળકોમાં સાઉન્ડ ડિસઓર્ડર થઈ ચુક્યો છે.
- તો ઝીરોથી 5 વર્ષના બાળકોમાં સ્માર્ટફોનના ઉપયોગને કારણે લેંગ્વેજ ડિસઓર્ડર થઈ ચુક્યો છે. 
- આ ડિસઓર્ડર 0-5 વર્ષના 69 ટકા બાળકોમાં જોવામાં આવ્યો છે. જ્યારે 13થી 18 વર્ષના 48.2 ટકા બાળકોમાં ડિસઓર્ડર જોવા મળી રહ્યો છે. 
- તો 19થી 25 વર્ષના બાળકોમાં વોઇસ ડિસઓર્ડરની સમસ્યા 117 ટકા છે, જ્યારે 13થી 18 વર્ષના બાળકોમાં આંકડો 11.6 ટકા છે.
- કાશ્મીરમાં 57.6 ટકા મહિલાઓ અને 42.4 ટકા પુરૂષોમાં કમ્યુનિકેશન ડિસઓર્ડર થયો છે. તો કાશ્મીરમાં 66.4 ટકા મેલ અને 33.6 ટકા મહિલાઓમાં સમસ્યા જોવા મળી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube