Solar Smartphone Charger: સ્માર્ટફોન ચાર્જ કરવા માટે મોટાભાગના લોકો સામાન્ય રીતે ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ કરે છે. આ ચાર્જરનો ઉપયોગ કરવા માટે પાવર જરૂરી છે. તમને જણાવી દઈએ કે માર્કેટમાં એક નવા પ્રકારનું ચાર્જર આવ્યું છે જે તમારા સ્માર્ટફોનને માત્ર ચાર્જ જ નથી કરતું પરંતુ તેમાં કંઈક અનોખું પણ છે. અનોખું કારણ કે તે પાવર સ્ત્રોત વિના સ્માર્ટફોનને ચાર્જ કરી શકે છે અને પછી ભલે તમે ઘરે હોવ, બહાર કે જંગલમાં હોવ, સ્માર્ટફોનને સરળતાથી ચાર્જ કરી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કયું છે આ એકદમ સ્પેશિયલ ચાર્જર
આજે અમે તમને જે ખાસ ચાર્જર વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે હકિકતમાં એક સોલર ચાર્જર છે જેમાં તમને સોલર પેનલ અને ચાર્જિંગ કેબલ આપવામાં આવે છે. તમે જે રીતે બજારમાં ઉપલબ્ધ કોઈપણ સામાન્ય ચાર્જરનો ઉપયોગ કરો છો, આ ચાર્જરનો પણ તે જ રીતે ઉપયોગ થાય છે.



આ પણ વાંચો:
જો તમારા આધાર કાર્ડને 10 વર્ષ પૂરા થયા છે. તો જલદી થી કરો આ કામ
હવે શહેરમાં કાળા ડામરના નહીં, સફેદ રોડ જોવા મળશે, ખાસિયતો જાણી વિદેશની યાદ આવશે!
Somvati Amavasya ના દિવસે ગુપ્ત રીતે કરી લો આ કામ, ક્યારેય નહીં સતાવે રૂપિયાની તંગી


તમારે આ ચાર્જરને ફક્ત તડકામાં બહાર કાઢવાનું છે. આ પછી તે પાવર જનરેટ કરવાનું શરૂ કરે છે અને તમારા સ્માર્ટફોનને ચાર્જ કરવાનું શરૂ કરે છે. તે પાવરરેક જેવું ઉપકરણ છે અને કદમાં પણ નાનું છે. તે એટલું હલકું છે કે તમે તેને સરળતાથી ગમે ત્યાં લઈ જઈ શકો છો. આવા પોર્ટેબલ સોલાર ચાર્જર દરેકને ખૂબ કામમાં આવી શકે છે.


શું છે ખાસિયત અને કેટલી છે કિંમત
જો આપણે વિશેષતા વિશે વાત કરીએ તો, આ ચાર્જરમાં, ગ્રાહકોને પોર્ટેબલ ડિઝાઇન મળે છે, તેમજ યુએસબી ટાઇપ સી, માઇક્રો યુએસબી તેમજ લાઈટનિંગ કેબલ અને અન્ય તમામ ચાર્જિંગ કેબલ પણ તેમાં ઉપલબ્ધ છે, જેથી તમે દરેક ઉપકરણને ચાર્જ કરી શકો. આ સોલર ચાર્જરથી ચાર્જ થઈ શકે છે અને તમારે અલગ ચાર્જર લાવવાની પણ જરૂર નથી. જો આ ચાર્જરની કિંમત વિશે વાત કરીએ તો ગ્રાહકો તેને માત્ર 330 રૂપિયામાં ખરીદી શકે છે કારણ કે તેના પર ભારે ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે.


આ પણ વાંચો:
Blue Badge: હવે ફેસબુક બ્લૂ ટિક માટે આપવા પડશે રૂપિયા, ઝુકરબર્ગે કરી જાહેરાત
સાપ્તાહિક રાશિફળ: વૃષભ સહિત આ 5 રાશિના જાતકો માટે આ સપ્તાહ ખુબ જ ભાગ્યશાળી રહેશે
વાહનચાલકો ચેતી જજો! હવેથી ટ્રાફિકના આ 16 નિયમના ભંગ બદલ ઘરે આવશે ઈ-મેમો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube