WhatsApp New Feature: Whatsapp અવાર નવાર પોતાના યૂઝર્સની સુવિધા માટે અવનવા ફીચર્સ એડ કરતું રહે છે. જેથી યૂઝર્સને વોટ્સએપ યૂઝ કરવામાં સરળતા રહે. તાજેતરમાં કંપની એક નવી સુવિધા પર કામ કરી રહી છે. જો આ પ્રયોગ સફળ થાય છે યૂઝર્સ પોતાના લખેલા શબ્દોને ડિલેટ કર્યા વિના સુધારી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે વોટ્સએપ પર તાજેતરમાં જ રિએક્શન ફીચર્સ લોન્ચ કરવામાં આવ્યું છે. જે યૂઝર્સને ખૂબ પસંદ આવી રહ્યું છે. ત્યારબાદ હવે WABetaInfo દ્રારા આપવામાં આવેલી જાણકારી અનુસાર વોટ્સએપ ટેકસ્ટ મેસેજને એડિટ કરવાનું ફીચર આપવા જઇ રહ્યું છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વોટ્સએપ પર ઓપ્શન આગામી અપડેટ સુધી ઉપલબ્ધ થઇ જશે. 


તમને જણાવી દઇએ કે વોટ્સએપ કંપની પોતાની એપના બીટા વર્જન પર એડિટ બટન ટેસ્ટિંગ કરી રહ્યું છે. હાલ વોટ્સએપમાં એડિટનો કોઇ ઓપ્શન નથી. હાલના સમયમાં વોટ્સએપની હાલ બિલલુક ટ્વિટર જેવી છે. જ્યાં મોકલેજા મેસેજને ડિલીટ કરી શકાય છે પરંતુ એડિટ કરે શકાતા નથી. 

Health Tips: તરબૂચને ફ્રીજમાં રાખીને ખાવાની ભૂલ કરશો નહી, પડી શકો છો બિમાર


દરેકને મળશે લાભ
Whatsapp પોતાના આ ફીચરને એંડ્રોઇડ બીટા, iOS બીટા અને ડેસ્કટોપ તમામ માટે તૈયાર કરી રહ્યું છે. 


ગ્રુપ એડમિનને મળશે જાણકારી
વોટ્સએપને ટ્રેક કરનારી WABetainfo વેબસાઇટના રિપોર્ટ પ્રમાણે જો યૂઝર્સ ગ્રુપ ચેટથી એક્ઝિટ કરવા ઈચ્છે છે તો તેનું નોટિફિકેશન જશે નહીં. પરંતુ આ ફીચર આવ્યા બાદ ગ્રુપ એક્ઝિટ કોણ કરી રહ્યું છે, તે વાતની જાણકારી માત્ર ગ્રુપ એડમિનને રહેશે, ન બીજા કોઈને. 

આટલા માટે ત્રાંસી લગાવવામાં આવે છે DTH ની છત્રી, જાણો જો સીધી લગાવવામાં આવશે તો શું થશે


જલદી ગ્રુપમાં સામેલ થઈ શકશે 512 લોકો
હાલમાં પોપ્યુલર મેસેજિંગ પ્લેટફોર્મે ઘણા ફીચર્સની જાહેરાત કરી હતી. તેમાં ઈમોજી રિએક્શન, મોટી ફાઇલ્સને સેન્ડ કરવાનું ફીચર સામેલ હતું. તો કંપનીએ કહ્યું કે હવે ગ્રુપમાં એક સાથે 512 લોકોને એડ કરી શકાશે. મહત્વનું છે કે વર્તમાનમાં વોટ્સએપ ગ્રુપમાં માત્ર 256 લોકો સામેલ થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube