સરકારની ફેમ ઇન્ડીયા યોજના હેઠળ ઇલેક્ટ્રિક અથવા વિજળીથી ચાલનાર થ્રી અથવા ફોર વ્હીલર વાહનોની ખરીદી પર સબસિડી માટે વાહન માલિકો માટે ગાડીની માન્ય પરમિટ લેવી ફરજિયાત રહેશે. આ પરમિટ કોઇ સરકારી એજન્સી દ્વારા ઇશ્યૂ કરેલી હોવી જોઇએ તો જ માન્ય ગણાશે. ફેમ ઇન્ડીયા યોજના 10000 કરોડ રૂપિયાની છે. તેના હેઠળ દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સબસિડી માટે કરવું પડશે આ કામ
ફેમ ઇન્ડીયા યોજનાનો લાભ લેવા માટે થ્રી અથવા ફોર વ્હીલર વાહન ખરીદતી વખતે સરકારી એજન્સી પાસેથી પ્રાપ્ત પરમિટમાં સ્પષ્ટપણે લખેલું હોવું જોઇએ કે આ વાહન ફક્ત સાર્વજનિક પરિવહન માટે ઉપયોગ થશે. ત્યારે સબસિડીનો લાભ મળી શકે છે.


05 લાખ ઇ રિક્શા પર મળશે સબસિડી
આ યોજના હેઠળ પાંચ લાખ રૂપિયાના મૂલ્યાના 05 લાખ ઇ રિક્શા પર ફેક્ટરથી નિકળતાં 50 હજાર રૂપિયા સુધીની સબસિડી આપવાની યોજના છે. આ પ્રકારે ફેક્ટરીમાંથી નિકળતાં લગભગ 35 હજાર ફોર વ્હીલર વાહનો પર લગભગ 1.5 લાખ રૂપિય સુધીની પ્રોત્સાહન રકમ આપવાની યોજના છે.


એકવારથી વધુ નહી મળે સબસિડી
હેવી ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલયે કહ્યું કે ઇ-3 ડબ્લૂ, ઇ ડબ્લૂ ઔઇ ઇ બસમાં આ પ્રોત્સાહન ફક્ત તે વાહનોને મળશે જેનો ઉપયોગ સાર્વજનિક પરિવહન માટે કરવામાં આવે છે. તો ઇ 2 ડબ્લ્યૂ ખંડમાં ખાનગી વાહનો ઉપરાંત સાર્વજનિક પરિવહન માટે ઉપયોગ કરવામાં આવતા વાહનો પર પણ પ્રોત્સાહન મળશે. કોઇપણ વ્યક્તિ એક જ શ્રેણીમાં એકથી વધુ વાહન પર પ્રોત્સાહન રકમનો ક્લેમ ન કરી શકે.