લંડન: તાજેતરમાં કરવામાં આવેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે લાખો લોકો હજુ પણ સંવેદનશીલ એકાઉન્ટ્સ પર સરળતાથી યાદ રાખનાર પાસવર્ડ જેમ કે '123456' અને 'ક્વર્ટી'નો ઉપયોગ કરી રહ્યા છે. કી-બોર્ડમાં અક્ષરોની પહેલી પંક્તિમાં એકસાથે લખેલા પાંચ (QWERTY) 'ક્વર્ટી' શબ્દ બનાવે છે. બ્રિટનની સાઇબર સુરક્ષા કેંદ્વ (એનસીએસસી)ના અધ્યયનમાં આ વાત જાણવા મળી છે જેથી લોકોની સુરક્ષા ખતરામાં પડી શકે છે. એનસીએસસીએ કહ્યું કે લોકોને મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવા માટે ત્રણ રેંડમ પરંતુ યાદ રહેનાર અક્ષરોનો ઉપયોગ કરવો જોઇએ.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

WhatsApp ચેટનો સ્ક્રીનશોટ લેવો થશે મુશ્કેલ, કંપની લાવી રહી છે નવું ફીચર


રિસર્ચમાં જાણવા મળ્યું છે કે 2.3 કરોડથી વધુ પાસવર્ડ્સમાં ટોપ પર 123456 છે. બીજો સૌથી લોકપ્રિય પાસવર્ડ 123456789 જાણવા મળ્યો છે. આ બંને જ પાસવર્ડ્સમાં સેંધ લગાવવી મુશ્કેલ કામ નથી જ્યારે અન્ય પાંચ ટોપ પાસવર્ડ્સમાં ''ક્વર્ટી'', ''પાસવર્ડ'' અને ''1111111'' સામેલ છે.

GST સુવિધા કેંદ્વ ખોલીને કરો કમાણી, 12મી પાસ હોવું છે જરૂરી


બીબીસીના એક રિપોર્ટ અનુસાર પાસવર્ડમાં ઉપયોગ થનાર સામાન્ય નામ છે એશ્લે. ત્યારબાદ માઇકલ, ડેનિયલ, જેસિકા અને ચાર્લી નામ જોવા મળ્યા. એનસીએસસીના ટેક્નિક નિર્દેશક ઇયાન લેવીએ કહ્યું કે જે લોકો જાણીતા શબ્દો અથવા નામોવાળા પાસવર્ડ ઉપયોગ કરે છે તેમના એકાઉન્ટ્સ હેક થવાનો ખતરો વધુ રહે છે.