Internet Speed Tips: ઈન્ટરનેટ આજના સમયમાં તમામ લોકો માટે જરૂરી બની ગયું છે. લોકોના સૌથી વધુ કામ ઈન્ટરનેટની મદદથી જ થાય છે. પછી તે ઓનલાઈન ક્લાસ હોય, કે ડાઉનલોડિંગ કરવાનું હોય, યૂટ્યૂબ પર વીડિયો જોવો હોય કે ઓફિસનું કામ કરવાનું હોય, તમામ માટે ઈન્ટરનેટની જરૂર પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ ક્યારેક ક્યારેક ફોનમાં ઈન્ટરનેટ સ્પીડ સ્લો થઈ જાય છે. એવામાં લોકોને પોતાનું કામ કરવામાં ઘણી મુશ્કેલી પડતી હોય છે. પરંતુ તમે ઈચ્છા તો તમારા ફોનની ઈન્ટરનેટ સ્પીડને વધારી શકો છો. તેના માટે તમારે તમારા ફોનમાં થોડા સેટિંગ્સ કરવા પડશે. આવો તેના વિશે જાણીએ...


1. નેટવર્ક  મોડને 5G પર સેટ કરો
જો તમે 5G સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો અને તમારા એરિયામાં 5G નેટવર્ક ઉપલબ્ધ છે, તો તેણે તમારા ફોનને 5G પર સેટ કરો. તેનાથી તમને સૌથી ફાસ્ટ ઈન્ટરનેટ સ્પીડ મળશે.


2. બેકગ્રાઉન્ડ એપ બંધ કરો
બેકગ્રાઉન્ડમાં ચાલનાર એપ ડેટાનો ઉપયોગ વધારે છે અને ઈન્ટરનેટની સ્પીડને ઓછી કરી શકે છે. જે એપનો તમે અત્યારે ઉપયોગ કરી રહ્યા નથી, તેણે બંધ કરી દો.. 


3. કેશ અને કુકીજ ક્લિયર કરો
સમયની સાથે તમારા ફોનમાં કેશ અને કુકીજ જમા થઈ જાય છે, જેનાથી બ્રાઉજિંગ ધીમી થઈ શકે છે. તેણે નિયમિત રૂપથી ક્લિયર કરતા રહો...


4. નેટવર્ક સેટિંગ્સને રીસેટ કરો
તમે ફોનની નેટવર્ક સેટિંગ્સને પણ રીસેટ કરી શકો છો. તેનાથી તમારા ફોનનું નેટવર્ક કનેક્શન રિફ્રેશ થઈ જશે.


5. સિમ કાર્ડને યોગ્ય રીતે લગાડો.
જો તમારું સિમ કાર્ડ ઢીલું હશે, તો તેનાથી કનેક્શનમાં સમસ્યા આવી શકે છે. સિમ કાર્ડને યોગ્ય રીતે લગાડો.


6. ફોનને અપડેટ રાખો
ફોનના સોફ્ટવેયર અને એપને નિયમિત રૂપથી અપડેટ કરતા રહો. અપડેટ્સમાં ઘણી વખત બગ ફિક્સ અને પરફોર્મેંસ ઈન્પૂવમેન્ટ્સ હોય છે.