નવી દિલ્હી: સુઝુકી મોટરસાઇકલ ઇન્ડીયા પ્રા.લિ (એસએમઆઇપીએલ)એ સોમવારે પોતાના પહેલા બીએસ-6 થી સજ્જ સુઝુલી એસેસ 125 સ્કૂટરને લોન્ચ કર્યું છે. આ સ્કૂટરની દિલ્હીમાં એક્સ-શોરૂમ કિંમત 64,800 રૂપિયાથી માંડીને 69,500 રૂપિયા સુધી છે. નવા સુઝુકી એસેસ 125 બીએસ-6 વર્જન એલોય ડ્રમ બ્રેક, એલોય ડિસ્ક બ્રેક અને સ્ટીલ ડ્રમ બ્રેક ઓપ્શન સાથે સ્ટાડર્ડ અને સ્પેશિયલ વેરિએન્ટમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા બીએસ-6 થી સજ્જ સુઝુકી એસેસ 125નું સ્ટાડર્ડ વર્જનની કિંમત 64,800 રૂપિયા હશે, જ્યારે તેના સ્પેશિયલ એડિશનની કિંમત 68,500 રૂપિયાથી શરૂ થશે, જે 69,500 રૂપિયા સુધી જશે. 


સુઝુકી મોટરસાઇક ઇન્ડીયા પ્રા. લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર કોઇચિરો હીરાઓએ કહ્યું કે સુઝુકી એસેસ 125ની એસએમઆઇપીએલના વધારામાં મહત્વપૂર્ણ ભૂમિકા છે અને ગ્રાહકો દ્વારા તેને ખૂબ સારી પ્રતિક્રિયા મળી છે. અમને વિશ્વાસ છે કે ઓલ-ન્યૂ સુઝુકી એસેસ 125 બીએસ-6 વર્જનના લોન્ચ સાથે અમે અમારા ગ્રાહકોની આકાંક્ષાઓને પુરી કરવામાં સફળ રહીશું. 


તેમણે આગળ કહ્યું કે કંપનીએ નિયામકીય સમયસીમા પહેલાં નવા ફેમિલી સ્કૂટરને લોન્ચ કર્યું છે અને તે નવા માપદંડોને અનુરૂપ પોતાના પ્રોડક્ટ પોર્ટફોલિયોને ઉન્નત બનાવવાની નિરંતર પ્રક્રિયાની દિશામાં આગળ વધશે. આ વર્ષ એક એપ્રિલથી બીએસ-6 માપદંડ લાગૂ થઇ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube