આ કંપનીના મોબાઇલ કનેક્શનનું વાપરવું બનશે મોંઘુ, અનેક ગણા વધવાના છે ભાવ
દરરોજ આવી રહેલા સસ્તા કોલિંગ અને ડેટા ઓફર્સ વચ્ચે એક ખાસ સમાચાર આવી રહ્યા છે. વોડાફોન આઇડિયા (Vodafone Idea)એ પોતાના ટેરિફમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. કંપની હવે પોતાના ગ્રાહકોને મોબાઇલ ડેટા માટે ચાર્જ વધારીને ન્યૂનતમ 35 રૂપિયા પ્રતિ GB કરવાનું વિચારી રહી છે.
નવી દિલ્હી: દરરોજ આવી રહેલા સસ્તા કોલિંગ અને ડેટા ઓફર્સ વચ્ચે એક ખાસ સમાચાર આવી રહ્યા છે. વોડાફોન આઇડિયા (Vodafone Idea)એ પોતાના ટેરિફમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. કંપની હવે પોતાના ગ્રાહકોને મોબાઇલ ડેટા માટે ચાર્જ વધારીને ન્યૂનતમ 35 રૂપિયા પ્રતિ GB કરવાનું વિચારી રહી છે. આ કિંમત કંપનીના હાલના દરથી લગભગ સાત-આઠ ગણા વધારે છે. કંપનીએ સરકારને આ નવા ટેરિફ લાગૂ કરવાની પરવાનગી માંગી છે. તેના પર જલદી નિર્ણય થવાની સંભાવના છે. તમને જણાવી દઇએ કે વોડાફોન આઇડીયા પર લગભગ 53 હજાર કરોડ રૂપિયાના એજીઆર બાકી છે. તેને ચૂકવવા માટે કંપની દરેક સંભવ પ્રયત્ન કરી રહી છે.
ગ્રાહકો પાસેથી વધુ પૈસા લેવાનો પ્રયત્ન
સૂત્રોનું કહેવું છે કે લોનના બોજા હેઠળ દબાયેલ Vodafone Idea ને ગમે તે રીતે પોતાના 53 હજાર કરોડ રૂપિયા ચૂકવવાના છે. આ કડીમાં કંપની વિચાર કરી રહી છે કે આગામી એપ્રિલ મહિનામાં મોબાઇલ ટેરિફ વધારવામાં આવે. આ કારણે હવે કંપની મોબાઇલ ડેટા માટે ચાર્જ વધારીને ન્યૂનતમ 35 રૂપિયા પ્રતિ GB કરવાનું વિચારી રહી છે. આ સાથે જ કંપની કોલ રેટ 6 પૈસા વધારવાનું વિચારી રહી છે. કોલ સેવાઓ માટે પણ ન્યૂનતમ ત્રણ મહિનાની અંદર મોબાઇલ સેવાઓના દર 50 ટકા સુધી વધારી ચૂકી છે.
ટેલીકોમ વિભાગ કરી લોનમાં રાહત આપવાનું વિચારી રહી છે
બીજી તરફ ટેલિકોમ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે મંત્રાલય વોડાફોન આઇડિયા પર હાલના એજીઆર બાકી પર સરકાર થોડી રાહત આપવા અંગે વિચાર કરી રહી છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે તમામ ટેલીકોમ કંપનીઓને એજીઆર બાકી ચૂકવવા માટે થોડો સમય આપવામાં આવે. સરકાર ઇચ્છે છે કે કંપનીઓ હપ્તા રૂપે ચૂકવણી કરે.