BSNL તરફથી નેટવર્ક મજબૂત કરવા માટે સતત નવા નિર્ણય લેવામાં આવી રહ્યો છે. હવે Tata Consultancy Services (TCS) એ BSNL ના તેજસ નેટવર્કની સાથે મળી નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. હકીકતમાં બંને કંપનીઓએ મળીને 4G નેટવર્ક સ્થાપિત કરી દીધું છે. તેની મદદથી ભારતીય સિસ્ટમમાં કંપનીની દમદાર એન્ટ્રી થઈ ગઈ છે. આ સિવાય તેજસ નેટવર્ક તરફથી અન્ય વસ્તુ પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમાં ખાનગી 5G, BSNL કોમર્શિયલ 4જી નેટવર્ક પણ સામેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

TATA નું કહેવું છે કે અમે નવા નેટવર્કની જાળ બીછાવી રહ્યાં છીએ. 2G અને 3G બાદ અમે 4જીનું કામ ઝડપથી પૂરુ કર્યું છે. અમે બધા ઝોન પર કામ કરી રહ્યાં છીએ. અમે આશરે 5800થી 59000 સાઇટ્સ પર ઈક્વિપમેન્ટ ડિલીવર કર્યાં હતા અને તે પહેલાં જ એક્ટિવ છે. ખાસ કરી આ મહિને અમે આશરે 10 હજારથી 12 હજાર સાઇટ્સ ડિલીવર કરી છે. આવનારા સમયમાં 10 હજાર સાઇટ્સને પૂરી કરી લેવામાં આવશે.


આ પણ વાંચોઃ Bajaj Pulsar N125 શાનદાર લુક સાથે થઈ લોન્ચ, જાણો દમદાર ફીચર્સ અને કિંમત


અમે આશરે 49 હજાર સાઇટ્સનું કામ પૂરુ કર્યું છે. અમારૂ આગામી પગલું કમિશનિંગનું છે. 
અમે આશરે 38 હજારથી 39 હજાર સાઇટ્સને કમિશન કરી લીધુ છે. અમે જ્યાંથી પસાર થઈ રહ્યાં છીએ તે અમને 450થી 500 સાઇટ્સ પૂરી કરવાની મંજૂરી આપે છે. દરરોજ 400થી 500 સાઇટ્સ કમિશન કરી રહ્યાં છીએ. સાથે 1 હજાર સાઇટ્સને ઓપ્ટિમાઇઝ પણ કરી રહ્યાં છીએ. હકીકતમાં ટાટા તરફથી લાંબા સમયથી બીએસએનએલ માટે કામ કરવામાં આવી રહ્યું છે. કંપની તરફથી નવું ડેટા સેન્ટર પણ સ્થાપિત કરવામાં આવી રહ્યું છે. 


BSNL 5G-
BSNL નેટવર્ક પર ધ્યાન આપો તો ખ્યાલ આવે છે કે કંપની તરફથી ઝડપથી 5જીની જાળ બીછાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. અત્યારે ટ્રાયલ ચાલી રહી છે. પરંતુ તેનો પ્રથમ કોલ થઈ ગયો છે અને તેને ખુદ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યો હતો.