વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સ આગામી પેઢીના સ્પોર્ટ્સ યૂટિલિટી વાહન (SUV) રેંજમાં 2020માં પોતાના સૌથી પાવરફૂલ વાહન હૈરિયરનું નવું વર્જન લોન્ચ કરી શકે છે. આ 7 સીટર હૈરિયર હશે. કંપનીએ ઓટો એક્સપો 2018માં 5 સીટર હૈરિયર પરથી પડદો ઉઠાવ્યો હતો. તેને H5X કોંસેપ્ટના રૂપમાં રજૂ કરવામાં આવી હતી. તેને કંપનીએ 23 જાન્યુઆરીના રોજ લોન્ચ કરવામાં આવી. ટાટા હૈરિયરની 7 સીટર હૈરિયર સ્ટાઇલ, ટેક્નિક અને પરફોર્મન્સ ક્ષમતાના મામલે આગામી પેઢીના ટાટા મોટર્સના વાહનોની ઝલક રજૂ કરશે. જોકે ટાટા મોટર્સ દ્વારા કોઇ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટાઇલિશ લુક અને નવા ફિચર્સમાં આવી મારૂતિની IGNIS, જાણો કિંમત અને ખૂબીઓ


ગાડીવાડીના સમાચારનું માનીએ તો ટાટા મોટર્સ 5 માર્ચને H7X કોંસેપ્ટને પ્રદર્શિત કરી શકે છે. તેને 2020ના ઓટો એક્સપોમાં પણ ઉતારવામાં આવી શકે છે. આ વેરિએન્ટ પણ નવી પેઢીની 'ઓપ્ટિમલ મોડ્યૂલર એફિશિએન્ટ ગ્લોબલ એડવાંસ્ડ આર્કિટેક્ચર' (OMEGA Arc) પર આધારિત હશે. એટલે કે વ્હીલ બેસ, સસ્પેંશન સિસ્ટમ, સિટિંગ કન્ફીગરેશન વગેરે બેજોડ બનાવવામાં આવી છે.  

બજારમાં આવી 3 પૈડાવાળી શાનદાર ઇલેક્ટ્રિક કાર, કિંમત માત્ર 7 લાખ રૂપિયા


કેવું હશે સીટિંગ અરેંજમેંટ
તેમાં ત્રણ રોમાં સીટિંગ અરેંજમેંટ હોઇ શકે છે. વ્હીલબેસ 5 સીટર હૈરિયરની માફક જ હશે. તેનો આકાર લેંડ રોવર ડિસ્કવરી સ્પોર્ટની બરાબર હશે એટલે કે 2741 એમએમની લેંથવાળો.

Tata Motors 45X ટૂંક સમયમાં થશે લોન્ચ, અત્યાર સુધીની સૌથી શાનદાર પ્રીમિયમ હેચબેક


5 સીટર હૈરિયરની ખૂબીઓ
5 સીટર મોનોકૉક એસયૂવી નવી પેઢીની 'ઓપ્ટિમલ મોડ્યૂલર એફિશિએન્ટ ગ્લોબલ એડવાંસ્ડ આર્કિટેક્ચર' પર બનાવી છે, જેને જગુઆર લેંડ રોવરની ભાગીદારીમાં વિકસિત કરવામાં આવી છે. આ આર્કિટેક્ચર લેંડ રોવર ડી8 આર્કિટેક્ચરથી લેવામાં આવી છે અને તેને ટાટા મોટર્સના એન્જીનિયરો દ્વારા ભારતીય સ્થિતિઓ અનુસાર અનુકૂળ કરવામાં આવી છે.