બજારમાં આવી શકે છે Tata H2X નું ઇલેક્ટ્રિક વર્જન
ટાટા મોટર્સ (Tata Motors) એ આ વાતની પુષ્ટિ કરી દીધી છે કે તેના એન્ટ્રી લેવલ એસયૂવી ટાટા એચ2એક્સ (Tata H2X) ને 2020ના ઓટો એક્સપોમાં લોન્ચ કરવામાં આવશે. હવે કંપનીએ સંકેત આપ્યો છે કે આ એસયૂવી ઇન્ટરનેશનલ કોમ્બસ્શન એન્જીનની સાથે જ ઇલેટ્રિક પાવર વેરિએન્ટમાં પણ ઉપલબ્ધ હશે.
નવી દિલ્હી: ટાટા મોટર્સ (Tata Motors) એ આ વાતની પુષ્ટિ કરી દીધી છે કે તેના એન્ટ્રી લેવલ એસયૂવી ટાટા એચ2એક્સ (Tata H2X) ને 2020ના ઓટો એક્સપોમાં લોન્ચ કરવામાં આવશે. હવે કંપનીએ સંકેત આપ્યો છે કે આ એસયૂવી ઇન્ટરનેશનલ કોમ્બસ્શન એન્જીનની સાથે જ ઇલેટ્રિક પાવર વેરિએન્ટમાં પણ ઉપલબ્ધ હશે.
નવા લુકમાં Bajaj Chetak થઇ શકે છે લોન્ચ, આ હશે ફીચર્સ
ટાટા મોટર્સના સેઐઓ અને એમડી ગુંટર બટસેકે કહ્યું 'અમે તે સુનિશ્વિત કર્યું છે કે આ ભવિષ્યના આર્ટિકેક્ચર અલ્ફા અને ઓમેગા બંનેમાં ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) વેરિએન્ટ હશે. ટિગોર અને ટિયાગો જેવા હાઇ રેંજ પર કામ કરવા ઉપરાંત અલ્ફા આર્કિટેક્ચર પર અમારી પહેલી બે રજૂઆતમાં ઇવી વિકલ્પ હશે.'
DTH-કેબલ TV બજારમાં જામશે પ્રાઇસવોર, માર્કેટમાં ઉતરશે આ દિગ્ગજ કંપની
ટાટાએ પહેલાં જ અલ્ટ્રોઝના ઇલેક્ટ્રિક એડિશનનું અનાવરણ કર્યું છે. આ અલ્ફા પ્લેટફોર્મ પર આધારિત પહેલી કાર છે. હવે 2020ના ઓટો એક્સપોમાં આવનાર H2X અલ્ફા પ્લેટફોર્મ પર આધારીત બીજી ગાડી હશે. આ સાથે જ આ ટાટાની ચોથી ગાડી હશે જેમાં EV વિકલ્પ હશે. તે પહેલાં ટિયાગો, ઇવી, ટિગોર ઇવી અને અલ્ટ્રોઝ ઇવીમાં ઇલેક્ટ્રિક વર્જન રજૂ થઇ ચૂક્યા છે.