નવી દિલ્હી: ટાટા મોટર્સની કંપની જગુઆર લેન્ડ રોવર (જેએલઆર)ની ભારતીય બજારમાં હાઇબ્રિડ અને બેટરી ચાલિત સહિત ઘણી વિજળીથી ચાલનાર વાહન (ઇ-વાહન) ઉતારવાની છે. તેની શરૂઆત આ વર્ષે થશે. કંપનીએ નિવેદનમાં કહ્યું કે 2019ના અંત સુધી જેએલઆર ઇન્ડીયા પોતાના લેન્ડ રોવર બ્રાંડ હેઠળ પ્રથમ હાઇબ્રિડ વાહન ઉતારશે. 2020ના બીજા છમાસિકમાં કંપનીની યોજના બેટરીથી ચાલતી પહેલી જગુઆર આઇ-પેસ ઉતારવાની છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Maruti Suzuki માટે ખરાબ સમાચાર, માર્ચમાં નાની કારોનું વેચાણ 55 ટકા સુધી ઘટ્યું


કંપનીની યોજના આગામી કેટલાક વર્ષોમાં ભારતમાં ઘણા ઉત્પાદનો ઉતારવાની છે જે જેએલઆરની વૈશ્વિક પ્રતિબદ્ધતાના અનુરૂપ હશે. જેએલઆરનો ટાર્ગેટ 2020 સુધી પોતાના બધા મોડલો સાથે વિજળીના વિકલ્પ જોડવાની છે. જેએલઆર ઇન્ડીયના અધ્યક્ષ તથા મેનેજીંગ ડાયરેક્ટર રોહિત સૂરીએ કહ્યું કે ''કંપનીનો ટાર્ગેટ એક સતત ભવિષ્યની તરફ વલણ કરવાનો છે અને અમારા એન્જીનિયરોએ એવા ઉત્પાદનો વિકસિત કર્યા છે જે અમને યોગ્ય માર્ગ પર લઇ જઇ રહ્યા છે.'' સૂરીએ કહ્યું કે કંપની સરકાર દ્વાર ફેમ 2 શરૂ કરવાને લઇને ઉત્સાહિત છે અને તે દેશમાં ચાર્જિંગ માળખાના વિસ્તાર પર ધ્યાન આપી રહી છે.