ઇલેક્ટ્રિક અવતારમાં આવશે `છોટા હાથી`, માર્કેટમાં આવતાં જ છવાઇ જશે TATA Ace
નાની સાઇઝનું આ કોમર્શિયલ વાહન ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવે છે અને ગ્રાહકો વચ્ચે તે છોટા હાથી નામથી ફેમસ છે. સેગમેંટમાં સૌથી વધુ વેચાનાર સ્મોલ કોમર્શિયલ વાહનોમાં એ પણ સામેલ છે અને તેનું માર્કેટ શેર 70 ટકા છે.
Tata Ace EV: ટાટા મોટર્સે 17 વર્ષ પહેલાં ભારતમાં એક કોમર્શિયલ વાહન લોન્ચ કર્યું હતું અને હવે કંપની તેને સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક અવતાર પર કામ કરી રહી છે. નાની સાઇઝનું આ કોમર્શિયલ વાહન ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવે છે અને ગ્રાહકો વચ્ચે તે છોટા હાથી નામથી ફેમસ છે. સેગમેંટમાં સૌથી વધુ વેચાનાર સ્મોલ કોમર્શિયલ વાહનોમાં એ પણ સામેલ છે અને તેનું માર્કેટ શેર 70 ટકા છે. ટાટા એસ પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ત્રણેય વિકલ્પોમાં ઉપલબ્ધ છે અને હવે તેનું ઇલેક્ટ્રિક વર્જન પણ માર્કેટમાં આવશે.
ટાટા મોટર્સનું કહેવું છે કે એસ ઇલેક્ટ્રિક સાથે એડવાંસ્ડ બેટરી કૂલિંગ સિસ્ટમ અને રીજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ આપવામાં આવી છે જેથી ડ્રાવિંગ રેંજમાં વધારો થાય છે. ટાટા મોટર્સએ અમેઝોન, બિગ બાસ્કેટ, સિટી લિંક, ડીઓટી, ફ્લિપકાર્ટ, લેટ્સ ટ્રાંસપોર્ટ, મૂવિંગ અને યલો ઇવી સાથે મેમોરેંડમ ઓફ અંડરસ્ટેન્ડીંગ કહીએ તો એમઓયૂ પણ સાઇન કર્યા છે. આ ભાગીદારીમાં 39,000 એસ ઇવી ડિલીવર કરવા, સારા ટ્રાંસપોર્ટ માટે દમદાર ઇલેક્ટ્રિક વાહન સપોર્ટ અને ઘણા અન્ય કામ કરવામાં આવશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube