નવી દિલ્હી: ટાટા મોટર્સ (TATA Motors) ખૂબ જલદી ભારતની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર ટિગોર ઇવી (Tigor EV) નું નવું મોડલ લોન્ચ કરવા જઇ રહી છે જેને હાલમાં ટેસ્ટિંગ દરમિયાન જોવામાં આવ્યું હતું. આ નવી ઇલેક્ટ્રિક સેડાન ઘણા ફેરફારોપ સાથે લોન્ચ થશે જેમાં વધેલી રેંજ સૌથી મહત્વપૂર્ણ છે, કંપની નવા મોડલની રેંજ 306 કિમીથી વધારીને 375-400 KM સુધી કરી શકે છે. આ ઉપરાંત કારની હાલની ઉપલબ્ધ બેટરીને પણ 10 કિલોવોટથી વધારીને 40 કિલોવોટ કરવામાં આવી શકે છે. ટાટા નવા ટિગોર ઇવીમાં ઘણી ટેક્નોલોજી પણ બદલી શકે છે. કંપની કારના સસ્પેંશનથી માંડીને એક્સટીરિયર અને ઇંટીરિયરમાં ફેરફાર કરશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરૂઆતી કિંમત 12.24 લાખ રૂપિયા
વર્તમાન Tigor EVની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 12.24 લાખ રૂપિયા છે જે ટોપના મોડલ માટે 13.24 લાખ રૂપિયા સુધી જાય છે. ભાવ વધારા પછી પણ Tigor EV ભારતમાં સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર છે અને પેટ્રોલ અને ડીઝલના આસમાનને આંબી રહેલા ભાવોથી પરેશાન ગ્રાહકોની સામે સૌથી સસ્તો વિકલ્પ છે. Tigor EV 73 bhp અને 170 Nm પીક ટોર્ક બનાવે છે અને તાકાત 26-kWh લિક્વિડ-કૂલ્ડ, હાઈ એનર્જી ડેન્સિટી બેટરી પેકમાંથી આવે છે. હવામાન અને ચિંતાથી બચવા માટે કાર IP67 રેટેડ બેટરી પેક અને મોટરથી સજ્જ છે. આ કાર 8 વર્ષ અને 160,000 KM બેટરી અને મોટર વોરંટી સાથે ઓફર કરવામાં આવી રહી છે.

Alto કરતાં પણ સસ્તી છે આ ઇલેક્ટ્રિક કાર, વિંટેજ લુક આપશે મહારાજ જેવી ફિલિંગ્સ


ડુઅલ ટોન વિકલ્પ પણ ઉપલબ્ધ 
કંપની નવી Tigor EVને ત્રણ વેરિઅન્ટ XE, XM અને XZ+માં ઓફર કરી રહી છે. XZ+ પર ડ્યુઅલ ટોન વિકલ્પ પણ ઉપલબ્ધ છે. ટાટાનું કહેવું છે કે કાર સારી ડ્રાઇવિંગ ડાયનેમિક્સ અને ઝડપી હેન્ડલિંગ માટે સંતુલિત સસ્પેન્શન સાથે આવે છે. અન્ય ફીચર્સમાં ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ અને ફોલ્ડ કરી શકાય તેવા ORVM અને પુશ બટન સ્ટાર્ટ સાથેની સ્માર્ટ કીનો સમાવેશ થાય છે. સાથે જ કાર રિમોટ કમાન્ડ અને રિમોટ ડાયગ્નોસ્ટિક્સ સહિત 30+ કનેક્ટેડ કાર ફીચર્સ સાથે આવે છે. 

બાઈકથી પણ સસ્તી મળી રહી છે મારૂતિની કાર, કિંમત સાંભળીને તમે ચોંકી જશો


ફાસ્ટ-ચાર્જ સાથે સાથે સ્લો-ચાર્જ
કંપનીનું કહેવું છે કાર વિશ્વ સ્તર પર જાણિતા CCS2 ચાર્જિંગ સિસ્ટમ સાથે આવે છે અને તેને કોઇપણ 15 A પ્લગ પોઇન્ટથી ફાસ્ટ-ચાર્જ સાથે-સાથે સ્લો-ચાર્જ કરવામાં આવી શકે છે. ગ્લોબલ એનકેપએ ટિગોર EV માટે ક્રેશ ટેસ્ટના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં કારને 4-સ્ટાર સુરક્ષા રેટિંગ મળી છે. તેને મોટા અને બાળકો બંનેની સુરક્ષા માટે 4 સ્ટાર મળ્યા છે. ક્રેશ ટેસ્ટ સંસ્થાની 'સેફર કાર્સ ફોર ઇન્ડીયા' પહેલ હેઠળ કરવામાં આવ્યા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube