દેશી-વિદેશી તમામ બ્રાન્ડ્સને પછાડી બેસ્ટ સેલર બની આ ધાકડ SUV, સેગમેન્ટમાં બની નંબર 1 કાર
ટાટા મોટર્સની કારને ગ્રાહકો હંમેશા ખૂબ જ પસંદ કરે છે અને છેલ્લા કેટલાક મહિનાઓથી ટાટાએ વેચાણમાં પણ જોરદાર પ્રદર્શન કર્યું છે. કંપનીના તાજેતરના લોન્ચ Tata Punch અને Altroz એ કંપનીના વેચાણમાં જોરદાર વધારો કર્યો છે. આ બંને સિવાય એક એવી કાર પણ છે જે લોન્ચ થયા બાદ ભારતીય ગ્રાહકોની નજરમાં છે
નવી દિલ્હી: ટાટા મોટર્સની કારને ગ્રાહકો હંમેશા ખૂબ જ પસંદ કરે છે અને છેલ્લા કેટલાક મહિનાઓથી ટાટાએ વેચાણમાં પણ જોરદાર પ્રદર્શન કર્યું છે. કંપનીના તાજેતરના લોન્ચ Tata Punch અને Altroz એ કંપનીના વેચાણમાં જોરદાર વધારો કર્યો છે. આ બંને સિવાય એક એવી કાર પણ છે જે લોન્ચ થયા બાદ ભારતીય ગ્રાહકોની નજરમાં છે. જી હા, અમે અહીં Tata Nexon વિશે વાત કરી રહ્યા છીએ. Tata Nexon એ કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં મજબૂત લીડ જાળવી રાખી છે અને ગયા મહિનાના વેચાણમાં આ કાર ફરીથી બધાને હરાવીને નંબર 1 બની ગઈ છે.
સેગમેંન્ટમાં જોરદાર કોમ્પિટિશન
કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં આ કાર તીવ્ર સ્પર્ધા વચ્ચે મજબૂત સ્થિતિમાં છે અને માત્ર તે સેગમેન્ટમાં નંબર 1 બની નથી પણ નેક્સોન ફેબ્રુઆરી 2022 માં દેશની સૌથી વધુ વેચાતી કારમાં પાંચમા સ્થાને આવી છે. Tata Nexon પછી બીજી RI હ્યુન્ડાઈ વેન્યુ છે. આ વખતે વેન્યુએ હ્યુન્ડાઈ ક્રેટાને પાછળ છોડીને બીજા સ્થાન પર કબજો કર્યો છે. ત્રીજા સ્થાને Hyundaiની Creta SUV આવે છે જેને ગ્રાહકોમાં ખૂબ પસંદ કરવામાં આવી છે.
12000થી વધુ નેક્સોન વેચાઈ
TATA Motors એ ફેબ્રુઆરી 2022માં કુલ 12 હજાર 259 યૂનિટ ભારતમાં વેચવામાં આવી છે. ફેબ્રુઆરી 2021માં આ આંકડો 7,929 યૂનિટ હતો. કંપનીના વેચાણમાં વાર્ષિક ધોરણે 54 ટકાનો મજબૂત વધારો નોંધવામાં આવ્યો છે. તેથી ગયા વર્ષના ફેબ્રુઆરીની સરખામણીમાં ટાટા મોટર્સે છેલ્લા મહિનામાં 4,330 યુનિટ વધુ વેચ્યા છે. તમને જણાવી દઈએ કે નેક્સોનને ભારતમાં વેચાયાને ઘણા વર્ષો થઈ ગયા છે અને તે પછી પણ તેની લોકપ્રિયતામાં જરાય ઘટાડો થયો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube