નવી દિલ્હીઃ ટાટા મોટર્સે પાછલા દિવસોમાં ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2024માં નેક્સોન ડાર્ક એડિશન મોડલને શોકેસ કર્યું હતું, જે જોવામાં રેગુલર મોડલના મુકાબલે જબરદસ્ત લાગે છે. ટાટા નેક્સોન ડાર્ક એડિશનને હવે આગામી મહિને એટલે કે માર્ચ 2024માં લોન્ચ કરી શકાય છે અને આ પહેલા એસયુવી સાથે જોડાયેલી ઘણી જાણકારી સામે આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલા વેરિએન્ટમાં આવશે?
ટાટા નેક્સોન ડાર્ક એડિશનને ક્રિએટિવ, ક્રિએટિવ પ્લસ, ક્રિએટિવ પ્લસ એસ, ફિયરલેસ, ફિયરલેસ એસ અને ફિયરલેસ પ્લસ એસ જેવા છ વેરિએન્ટમાં લોન્ચ કરી શકાય છે. આ દરેક વેરિએન્ટ નેક્સોનનું વેચાણ વધારવામાં ઉપયોગી થઈ શકે છે.


આ પણ વાંચોઃ હવે ચેટિંગ કરવાની આવશે વધુ મજા, WhatsApp માં એક સાથે આવ્યા 4 નવા ફીચર, જુઓ લિસ્ટ


પેટ્રોલની સાથે ડીઝલ એન્જિન ઓપ્શન પણ
ટાટા નેક્સોન ડાર્ક એડિશનને 1.2 લીટર ટર્બો પેટ્રોલ અને 1.5 લીટર ડીઝલ એન્જિન ઓપ્શનની સાથે રજૂ કરી શકાય છે, જે 120 બીએચપી અને 115 બીએચપીનો મેક્સિમમ પાવર જનરેટ કરી શકશે. તેમાં છ સ્પીડ મેનુઅલ, 6 સ્પીડ એએમટી અને 6 સ્પીડ ડીસીટી ગિયરબોક્સ વિકલ્પ જોવા મળી શકે છે.


ટાટા નેક્સોન ડાર્ક એડિશનની ખાસ વાતો
ટાટા મોટર્સ પોતાની નેક્સોન ડાર્ક એડિશનને ઘણી ખાસિયત સાથે રજૂ કરવાની તૈયારીમાં છે. આ એસયુવીમાં ઓલ બ્લેક કલર, ફ્રંટ અને રિયર બમ્પર સાથે એલોય વ્હીલ અને રૂપ રેલ્સ પર સ્પોર્ટી બ્લેક ટ્રીટમેન્ટ, ડાર્ક ટાટા લોગો, એન્ટીરિયરમાં ઓલ બ્લેક થીમ, બ્લેક લેધરેટ અપહોલ્સ્ટ્રી, બ્લેક રૂફ લાઇનર, પિયાનો બ્લેક સેન્ટર કંસોલ, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપર કાર પ્લે સપોર્ટવાળું 10.25 ઇંચનું ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, હાઇટ એડજસ્ટેબ ડ્રાઇવર સીટ, ઓટો ડીમિંગ આઈઆરવીએમ, ઓટોમેટિક ક્લાઇમેન્ટ કંટ્રોલ, 360 ડિગ્રી કેમેરા, ક્રૂઝ કંટ્રોલ અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ સહિત ઘણા ખાસ ફીચર્સ મળશે. 


આ પણ વાંચોઃ Jio Plan: 365 દિવસની વેલિડિટી, 912.5GB ડેટા, દરરોજ થશે માત્ર 8 રૂપિયાનો ખર્ચ


નેક્સોન સીએનજી પણ જલ્દી થશે લોન્ચ
તમને જણાવી દઈએ કે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2024માં ટાટા મોટર્સે આગામી નેક્સોન સીએનજીને પણ શોકેસ કરી હતી અને માનવામાં આવી રહ્યું છે કે આવનારી ફેસ્ટિવલ સીઝનમાં તેને લોન્ચ કરી શકાય છે. નેક્સોન આઈસીએનજીમાં  ડ્યુઅલ સીએનજી ટેક્નોલોજી જોવા મળશે, જેનાથી સારૂ બૂટ સ્પેસ પણ મળશે. નેક્સોન સીએનજીનો મુકાબલો બ્રેઝા સીએનજી સાથે થશે.