Tata Nexon EV Facelift Launch: ટાટા મોટર્સ, પોતાની નેક્સન ઈવીનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરવાની છે. તેમાં ICE નેક્સન ફેસલિફ્ટની સમાન બોડી પેનલ જોવા મળશે. જેમ કે ટીઝરમાં જોવા મળ્યું છે, ટાટા પોતાના આઈસીઈ મોડલની તુલનામાં નેક્સન ઈટીને વધુ અપડેટેડ લુકની સાથે રજૂ કરી રહી છે. ટાટા 7 સપ્ટેમ્બર 2023 નેક્સન ઈવીને રજૂ કરશે, જ્યારે તેને 14 સપ્ટેમ્બર 2023 નેક્સનની સાથે લોન્ચ કરવામાં આવશે. નેક્સન ઈવીને કારણે ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોને વધુ લોકપ્રિયતા મળી છે. આ પહેલા દેશમાં કેટલાક ગણતરીના ઈલેક્ટ્રિક મોડલ હાજર છે. નેક્સોન ઈવીએ પોતાના દમ પર ભારતમાં ઈવી સેગમેન્ટને બદલી નાખ્યું અને તેને લોકપ્રિય પણ બનાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડિઝાઇન
પોતાના ICE મોડલની જેમ,  Nexon EV માં પણ કર્વ કોન્સેપ્ટથી પ્રેરિત એક સમાન ડિઝાઇન થીમ મળશે. વર્તમાન નેક્સોન ઈવીની લગભગ દરેક એક ડિઝાઇન એલિમેન્ટ તેના આઈસીઈ મોડલથી મળે છે. પરંતુ હવે આ બંનેમાં કેટલુંક અંતર જોવા મળશે. તેમાં નવી એલઈડી ડીઆરએલ પેટર્ન મળશે, જ્યારે આઈસીઈ ફેસલિફ્ટમાં એલઈડી ડીઆરએલમાં સ્પિલ્ટ એપ્રોચ છે. પરંતુ Nexon EV ના ફ્રંટમાં કનેક્ટેડ ડિઝાઇન LED DRLs ની સુવિદા મળશે. તે નેક્સન આઈસીઈ અને ઈવી મોડલ વચ્ચે મુખ્ય અંતર હશે. સાથે ઘણા અન્ય અપડેટ્સ પણ જોવા મળશે. 


આ પણ વાંચોઃ Jio નો ધમાકેદાર પ્લાન, 336 દિવસની વેલિડિટી, 504GB ડેટા, અનલિમિટેડ કોલિંગ ફ્રી


પાવરટ્રેનમાં નહીં થાય ફેરફાર
નેક્સન ટીવી ફેસલિફ્ટ પાવરટ્રેનના મામલામાં વર્તમાન મોડલની સમાન જ રહેશે. તેમાં પ્રાઇમ અને મેક્સ મોડલની સાથે ક્રમશઃ 30.2 kWh અને 40.5 kWh બેટરી પેકનો વિકલ્પ મળશે. સાથે પહેલાની જેમ ઈલેક્ટ્રિક મોટર્સ પણ મળતી રહેશે. તેની રેન્જ પણ વર્તમાન મોડલની સમાન, પ્રાઇમની સાથે 312 કિમી અને મેક્સ મોડલની સાથે વધુ 453 કિમી રહેવાની સંભાવના છે. 


બદલાશે નામ
તેના ICE મોડલની જેમ તેની ટ્રિમ લાઇનઅપમાં પણ એક ઓવરહોલ હશે, એટલે હવે Nexon EV Prime અને Nexon EV Max નું નામ બદલી ટિયાગો ઈવીની લાઇનઅપની સમાન ક્રમશઃ નેક્સન ઈવી MR (મીડિયમ રેન્જ) અને Nexon EV LR (લોન્ગ રેન્જ) કરી દેવામાં આવશે. ફ્રંટમાં ડીઆરએલ સિવાય, નેક્સન ઈવીમાં અલગ ડિઝાઇનની વ્હીલ પણ મળી શકે છે. 


આ પણ વાંચોઃ Smartphone Hacks: જુનો ફોન વેંચશો ત્યારે મળશે મોં માંગ્યા ભાવ, ફોનમાં કરો આ સેટિંગ


ફીચર્સ
એમઆર અને એલઆર બંને મોડલોના ટ્રિમ લેવલને આઈસીઈ નેક્સન ફેસલિફ્ટમાં મળનાર સ્માર્ટ, પ્યોર, ક્રિએટિવ અને ફિયરલેસને અનુરૂપ રાખવામાં આવશે. સનરૂફની સાથે એસ વેરિએન્ટ અને વૈકલ્પિક કિટની સાથે + વેરિએન્ટમાં વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપ્પલ કારપ્લેની સાથે નવી 10.25" ટચસ્ક્રીન, 10.25" ફુલ ડિજિટલ અને કોન્ફિગર કરવા યોગ્ય ઈન્સ્ટ્રૂમેન્ટ વ્હીલ, વેન્ટિલેટેડફ્રંટ સીટો પણ આઈસીઈ મોડલ સમાન હશે. આ કારનો મુકાબલો હુન્ડઈ કોના ઈલેક્ટ્રિક અને એમજી એસ ઈવી જેવી કારો સાથે થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube