6 એરબેગની સેફ્ટીથી લેસ છે આ 5 SUV,સૌથી સસ્તીની કિંમત માત્ર 6.13 લાખ, અહીં જુઓ લિસ્ટ
ઘણી કંપનીઓ પોતાની કારમાં સેફ્ટી માટે છ એરબેગ ઓફર કરી રહી છે. કારમાં અપાતી એરબેગ ગ્રાહકોને મુશ્કેલ સ્થિતિમાં બચાવે છે.
નવી દિલ્હીઃ જો તમે નજીકના ભવિષ્યમાં કાર ખરીદવા જઈ રહ્યાં છો અને તમારા પરિવારની સુરક્ષાનો ખ્યાલ રાખો છો તો આ સમાચાર તમારા માટે છે. કંપનીઓ કારમાં ગ્રાહકોની સુરક્ષા માટે એરબેગ આપે છે. ઘણી કંપનીઓ પોતાની કારોમાં સેફ્ટી માટે 6 એરબેગ પણ ઓફર કરી રહી છે. કારમાં અપાતી એરબેગ ગ્રાહકોને અચાનક થતી ટક્કરથી બચાવે છે. આ કંપનીઓમાં હ્યુન્ડઈ ઈન્ડિયા, કિયા ઈન્ડિયા અને ટાટા મોટર્સ પણ સામેલ છે. આવો જાણીએ આવી 5 SUV વિશે જેમાં ગ્રાહકોને ફેમેલી સેફ્ટી માટે 6 એરબેગ મળી રહી છે.
1. Hyundai Exter
હ્યુન્ડઈ ઈન્ડિયાએ પોતાની પોપુલર મોસ્ટ અફોર્ટેબલ એક્સટરને 6 એરબેગની સેફ્ટીથી લેસ કરી છે. હ્યુન્ડઈ એક્સ્ટરની માર્કેટમાં શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 6.13 લાખ રૂપિયા છે.
2. Hyundai Venue
હ્યુન્ડઈ ઈન્ડિયાએ પોતાની પોપુલર એસયુવી વેન્યૂમાં પણ 6-એરબેગની સેફ્ટી આપી છે. નોંધનીય છે કે માર્કેટમાં હ્યુન્ડઈ વેન્યૂની શરૂઆતી કિંમત 7.94 લાખ રૂપિયા છે.
આ પણ વાંચોઃ Jio ના 2 પ્રીપેડ પ્લાન પર બમ્પર ઓફર! મળશે 6GB એક્સ્ટ્રા ડેટા અને અન્ય બેનિફિટ્સ...
3. Kia Sonet
કિયા ઈન્ડિયાએ ભારતમાં પોતાની બેસ્ટ સેલિંગ એસયુવી સોનેટના દરેક વેરિએન્ટમાં 6-એરબેગની સેફ્ટી આપી છે. નોંધનીય છે કે કિયા સોનેટની ભારતમાં શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 7.99 લાખ રૂપિયા છે.
4. Tata Nexon
ભારતીય દિગ્ગજ કાર નિર્માતા કંપની ટાટા મોટર્સ પોતાની બેસ્ટ સેલિંગ એસયુવી ટાટા નેક્સોનના દરેક વેરિએન્ટમાં 6-એરબેગ સેફ્ટી ઓફર કરે છે. નોંધનીય છે કે ટાટા નેક્સનની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 8.15 લાખ રૂપિયા છે.
5. Kia Seltos
કિયા ઈન્ડિયા પોતાની બેસ્ટ સેલિંગ એસયુવીમાં એક સેલ્ટોસના દરેક વેરિએન્ટમાં સેફ્ટી માટે 6 એરબેગ ઓફર કરે છે. નોંધનીય છે કે કિયા સેલ્ટોસની ભારતમાં શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 10.90 લાખ રૂપિયા છે.