Tata Nexon is Best Selling Suv in Car Market: છેલ્લા કેટલા સમયથી કારના વેચાણના આંકડા પર નજર કરશો તો ખબર પડશે કે SUV સેગમેન્ટના વેચાણમાં ખૂબ જ ઉછાળો આવ્યો  છે. SUV કારની તરફ લોકો વધારે ઢળી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયમાં વેચાણના આંકડાઓ પર નજર કરીએ તો ખબર પડશે કે લોકોને SUV ખૂબ જ પસંદ આવી રહી છે. SUV કારના સેગમેન્ટના વેચાણમાં વધારો થયો છે. એ જ કારણ છે કે નિર્માતાઓ SUV કારને વધુ પસંદ કરી રહ્યા છે. સૌથી વધુ વેચાણ સબ 4-મીટર SUVની હોય છે. જે બા કોમ્પેક્ટ SUV હોય છે. જો કે, અનેકવાર ક્રેટા સૌથી વધુ વેચાનારી SUV રહી ચૂકી છે. પરંતુ ડિસેમ્બર મહિનામાં એવું નહોતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડિસેમ્બર 2022 ટાટા નેક્સન સૌથી વધુ વેચાઈ છે. મારુતિ બ્રેઝા, ટાટા પંચ અને હુંડઈ ક્રેટા જેવી તમામ SUV વેચાણના મામલામાં પાછળ રહી ગઈ. ટાટા નેક્સનની કુલ 12 હજાર 53 યુનિટ વેચાઈ છે. તો બીજા નંબર પર 11 હજાર 200 યુનિટ સાથે બ્રેઝા છે અને ત્રીજા નંબર પર 10 હજાર 586 યુનિટ સાથે ટાટા પંચ અને ચોથા નંબર પર ક્રેટા 10 હજાર 205 યુનિટ સાથે છે. જણાવી દઈએ કે નેક્સન આ પહેલા નવેમ્બર 2022માં બીજી સૌથી વેચાનારી કાર હતી. ત્યારે તેના 15 હજાર 871 યુનિટ્સ વેચાયા હતા.


આ છે નેક્સનની ખાસિયત
ટાટા નેક્સનની પ્રાઈઝ 7.70 લાખ રૂપિયાથી 14.18 લાખ રૂપિયા(એક્સ-શોરૂમ) સુધી છે. આ રેગ્યુલર વેરિયન્ટ્સની સાથે ડાર્ક એડિશન, કાઝિરંગા એડિશન અને જેટ એડિશનમાં પણ આવે છે. આ 5 સીટર SUV છે. કારમાં પેટ્રોલ અને ડિઝલ બંને ઓપ્શન મળે છે. જેમાં 1.2 લીટર, 3 સિલેન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ અને 1.5 લીટર, 4 સિલેન્ડર ડિઝલ એન્જિન આવે છે. પેટ્રોલ 110 પીસ/170 એમએમ અને ડિઝલ એન્જિન 110 પીએમ/260 એનએમનું ઈનપુટ આવે છે. બંને સાથે 5 સ્પીડ મેન્યુઅલ અને એએમટી ગિયર બોક્સ મળે છે.


ફીચર્સની વાત કરીએ તો તેમાં 7 ઈંચ ટચસ્ક્રીન ઈન્ફોટેન્ટમેન્ટ સિસ્ટમ મળે છે. ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ક્રૂઝ કંટ્રોલ, ઓટો એસી, રિયર એસી વેન્ટ્સ, રેન-સેન્સિંગ વાઈપર, ડ્યૂલ ફ્રંટ એરબેગ, રિયર પાર્કિગ સેન્સર, ઈબીડીની સાથે એબીએસ અને ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ જેવા ફીચર્સ મળે છે.