નવી દિલ્હીઃ Tata Punch Becomes Top Selling Car Of India: નાણાકીય વર્ષ 2023-2024ના છેલ્લા મહિના, એટલે કે માર્ચ 2024માં ટાટા પંચે વેચાણના મામલામાં કમાલ કર્યો છે. જો તમે વિચારી રહ્યાં છો કે આખરે માર્ચમાં કઈ કાર બેસ્ટ સેલિંગ રહી તો તેનો જવાબ છે ટાટા પંચ, જે પાછલા મહિને સૌથી વધુ વેચાઈ હતી. ટાટા મોટર્સની સાથે દેશની સૌથી સસ્તી એસયુવીમાંથી એક ટાટા પંચે બાકી તમામ પેસેન્જર કારને પછાડતા માર્ચ 2024માં બેસ્ટ સેલિંગ કારનો ખિતાબ હાસિલ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાછલા મહિને ટાટા પંચ નવી કાર ખરીદનારાને સૌથી વધુ પસંદ આવી અને તેણે ફેબ્રુઆરી 2024માં ટોપ પોઝિશન પર રહેનારી મારૂતિ સુઝુકીની વેગનઆર, ડિઝાઇર, સ્વિફ્ટ, બ્રેઝા અને અર્ટિગા સાથે હ્યુન્ડાઈ ક્રેટા, મહિન્દ્રા સ્કોર્પિયો અને ટાટા નેક્સોન જેવી અલગ-અલગ સેગમેન્ટની ટોપ સેલિંગ કારોને પછાડી દીધી છે. આવો જાણીએ માર્ચ 2024ની બેસ્ટ સેલિંગ કારો વિશે..


Tata Punch ને માર્ચ 2024માં કેટલા લોકોએ ખરીદી?
માર્ચમાં ટાટા પંચને 17547 લોકોએ ખરીદી. પછલા વર્ષે માર્ચમાં પંચના 10894 યુનિટનું વેચાણ થયું હતું. તેવામાં આ માઇક્રો એસયુવીના વેચાણમાં વાર્ષિક રૂપે 61 ટકાનો વધારો જોવા મળ્યો છે. પરંતુ પંચના મથંલી સેલમાં ઘટાડો થયો છે. ફેબ્રુઆરી 2023માં તેને 18,438 લોકોએ ખરીદી હતી.


Hyundai Creta બીજા નંબરે પહોંચી ગઈ
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાની નવી ક્રેટા ફેસલિફ્ટે માર્કેટમાં ધમાલ મચાવી છે. નવી ક્રેટા માર્ચમાં દેશની બીજી સૌથી બેસ્ટ સેલિંગ કાર રહી અને તેને 16,498  ગ્રાહકોએ ખરીદી હતી. પાછલા વર્ષે માર્ચના મુકાબલે આ વર્ષે માર્ચમાં હ્યુન્ડાઈ ક્રેટાના વેચાણમાં 17 ટકાનો વધારો થયો છે. માર્ચ 2023માં 14026 ગ્રાહકોએ ક્રેટા ખરીદી હતી. ફેબ્રુઆરી 2024માં 15276 લોકોએ ક્રેટા ખરીદી હતી. 


આ પણ વાંચોઃ આ કંપનીએ લોન્ચ કર્યું સૌથી સસ્તુ ઈલેક્ટ્રિક સ્કૂટર, કિંમત 36,900 રૂપિયા, જાણો વિગત


ત્રીજા નંબર પર પહોંચી Maruti Suzuki WagonR
મારૂતિ સુઝુકીની વેગનઆર માર્ચમાં ત્રીજી સૌથી વધુ વેચાનારી કાર રહી જેને 16368 ગ્રાહકોએ ખરીદી હતી. તમે જાણીને ચોકી જશો કે વેગનઆર ફેબ્રુઆરીમાં ટોપ સેલિંગ કાર હતી, પરંતુ માર્ચમાં તે ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. મારૂતિ વેગનઆરના વેચાણમાં પાછલા વર્ષના મુકાબલે 5 ટકાનો ઘટાડો થયો છે. વેગનઆરના મંથલી સેલમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.


ટોપ-10માં આ કાર સામેલ
ચોથા નંબર પર મારૂતિ સુઝુકીની ડિઝાઇર રહી છે. તેને પાછલા મહિને 13394 લોકોએ ખરીદી હતી. જ્યારે પાંચમાં નંબર પર સ્વિફ્ટને 15728 લોકોએ ખરીદી હતી. છઠ્ઠા ક્રમે મારૂતિની બલેનો રહી, જેને 15588 લોકોએ ખરીદી હતી. ત્યારબાદ Mahindra Scorpio ને 15151 ગ્રાહકોએ ખરીદી હતી. Maruti Ertiga આઠમાં સ્થાને રહી જેને 14888 લોકોએ ખરીદી હતી. નવમાં ક્રમે મારૂતિ બ્રેઝા રહી, જેને 14614 ગ્રાહકોએ ખરીદી હતી. જ્યારે દસમાં નંબરે Tata Nexon એસયુવી રહી, જેને 14058 ગ્રાહકોએ ખરીદી હતી.