નવી દિલ્હીઃ ટાટા મોટર્સની એક એસયુવી લોન્ચ થયા બાદ ભારતીય કાર માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. હકીકતમાં આ એક સબ-કોમ્પેક્ટ એસયુવી છે, જેનું નામ ટાટા પંચ (Tata Punch)છે. મહત્વનું છે કે ટાટા પંચ 4 લાખ યુનિટનું વેચાણ સૌથી ઝડપી પાર કરનારી એસયુવી બની ગઈ છે. આ સિદ્ધિ હાસિલ કરવામાં ટાટા પંચને માત્ર 34 મહિના લાગ્યા છે. કંપનીએ ટાટા પંચને ઓક્ટોબર 2021માં લોન્ચ કરી હતી. ત્યારબાદ ટાટા પંચે માત્ર 10 મહિનામાં 1 લાખ યુનિટ એસયુવીનું વેચાણ કર્યું હતું. ત્યારબાદ આગામી 9 મહિનામાં ટાટા પંચે 2 લાખ યુનિટ એસયુવીના વેચાણનો આંકડો પાર કરી લીધો હતો. જ્યારે 3 લાખ યુનિટના વેચાણનો આંકડો પાર કરવામાં ટાટા પંચને આગામી સાત મહિને લાગ્યા હતા. આવો જાણીએ ટાટા પંચની ખાસિયત, ફીચર્સ, પાવરટ્રેન અને કિંમત વિશે વિસ્તારથી...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5-સ્ટાર સેફ્ટીથી લેસ છે કાર
ટાટા પંચ પોતાના લાંબા સ્ટાન્સ, હાઈ ગ્રાઉન્ડ ક્લીયરન્સ અને કમાન્ડિંગ ડ્રાઇવિંગ પોઝિશનની સાથે એક શાનદાર બોલ્ડ એસયુવી છે, જે અલગ-અલગ ભારતીય વિસ્તારમાં સરળતાથી નેવિગેટ કરતા શાનદાર ડ્રાઇવિંગ અનુભવ આપે છે. મહત્વનું છે કે આ આંકડાને પાર કરનારી પ્રથમ ફ્રંટ-વ્હીલ ડ્રાઇવ એસયુવીમાં એક ટાટા પંચ  FY2025 પણ ટોપ સેલિંગ કાર રહી છે. જ્યારે છેલ્લા ઘણા મહિનાથી ટાટા પંચ કંપની પણ સૌથી વધુ વેચાનારી કાર બનીને ઉભરી છે. મહત્વનું છે કે લોન્ચના સમયે ગ્લોબલ NCAP એ ટાટા પંચને ફેમેલી સેફ્ટી માટે ક્રશ ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ આપ્યું હતું. 


આ પણ વાંચોઃ સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 1 જુલાઈથી શૂન્ય થશે કે મોટો વધારો થશે? ખાસ જાણો


જો પાવરટ્રેનની વાત કરીએ તો ટાટા પંચના ICE વેરિએન્ટમાં 1.2 લીટરનું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 88bhp નો મહત્તમ પાવર અને 115Nm નો પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. આ સિવાય ટાટા પંચના સીએનજી વેરિએન્ટ 73bhp નો મહત્તમ પાવર અને 103Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે. જ્યારે ટાટા પંચ EV 25kWh બેટરી પેકની સાથે 315 કિલોમીટર જ્યારે 35kWh બેટરી પેકની સાથે 421 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ ઓફર કરે છે. 


આટલી છે એસયુવીની કિંમત
મહત્વનું છે કે ભારતીય માર્કેટમાં ટાટા પંચની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 6.13 લાખ રૂપિયાથી લઈને ટોપ મોડલમાં 10.20 લાખ રૂપિયા સુધી જાય છે. જ્યારે ટાટા પંચ ઈવીની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 10.99 લાખ રૂપિયાથી લઈને ટોપ મોડલમાં 15.49 લાખ રૂપિયા સુધી જાય છે.