નવી દિલ્હીઃ રિપોર્ટ તરફથી મળતી માહિતી અનુસાર ટાટા મોટર્સ પંચને નવા RDE એન્જિનથી સજ્જ કરી રહી છે, જે વર્તમાન પાવરટ્રેન કરતાં વધુ રિફાઈન્ડ હશે. પરિણામે, એન્જિનનો અવાજ ઘટશે અને આ પરફોર્મન્સ પણ સુધરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ માટે વાહનોમાં એક ડિવાઈસ લગાવવામાં આવશે, જેથી રિયલ ટાઈમમાં વાહનના ઉત્સર્જન  પર નજર રાખી શકાશે. નવી ટાટા પંચમાં પાવર અને ટોર્ક આઉટપુટમાં કોઈ મોટા ફેરફાર નહીં થાય.


હાલમાં, પંચનું 1.2-લીટર પેટ્રોલ એન્જિન 85 Bhp સાથે મહત્તમ પાવર અને 113 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અથવા 5-સ્પીડ AMT ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. પંચને બે ડ્રાઇવ મોડ્સ પણ મળે છે, ઈકો અને સિટી.


માઇક્રો-SUVના સેગમેન્ટમાં લોડેડ વેરિઅન્ટમાં 16-ઈંચ ડાયમંડ કટ એલોય વ્હીલ, ઓટો ફોલ્ડિંગ ORVM, રીઅર વાઇપર અને ડિફોગર, એન્ડ્રોઇડ ઓટો અને Apple CarPlay સાથે 7-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 6-સ્પીકર હરમન મ્યુઝિક સિસ્ટમ અને કનેક્ટેડ કાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.


આ પણ વાંચોઃ મોબાઈલમાં આ Apps હશે તો એક મિનિટમાં ખાતુ થઈ જશે ખાલી, તરત ચેક કરી લેજો તમારો ફોન


ટાટા પંચ દેશની સૌથી સુરક્ષિત કારોમાંની એક છે કારણ કે તે 5-સ્ટાર GNCAP રેટિંગ ધરાવે છે. Tata Punch Tiago NRG ક્રોસ-હેચબેક અને Nexon કોમ્પેક્ટ SUVની કિંમતમાં આવતી શાનદાર કાર છે. 


આ કારમામ માત્ર ફ્રન્ટ-વ્હિલ ડ્રાઇવ સિસ્ટમ છે. પંચ કારને ભારતીય રોડ પ્રમાણે ડિઝાઇન કરવામાં આવી છે. પંચની તુલના નિસાન મેગ્નાઈટ અને રેનો કિગર સાથે કરી શકાય.


સલામતી માટે, ટાટા પંચમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, EBD સાથે ABS, રીઅર ડિફોગર, રીઅર પાર્કિંગ સેન્સર્સ, રીઅર-વ્યુ કેમેરા અને ISOFIX એન્કર જેવી સુવિધાઓ મળે છે.


ટાટા મોટર્સે  ખૂબ જ સસ્તી SUVનું CNG વર્ઝન અને ઈલેક્ટ્રિક વર્ઝન પણ લોન્ચ કરશે.  તાજેતરમાં ઓટો એક્સપો દરમિયાન CNG મોડલનું અનાવરણ કરવામાં આવ્યું હતું.


આ પણ વાંચોઃ વારંવાર ફોન હેંગ થાય છે? તો પૈસા ખર્ચી નવો ફોન લેવાની જરૂર નથી, માત્ર આ 3 સેટિંગ કરો


ટાટા પંચની કિંમત 6 લાખથી 9.54 લાખ સુધીની છે. ટાટા પંચ ચાર મોડલ પ્યોર, એડવેન્ચર, એકમ્પ્લિશ્ડ  અને ક્રિએટિવમાં ઉપલબ્ધ છે. આ સિવાય કાઝીરંગા અને કેમો જેવી સ્પેશિયલ એડિશન પણ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube