Automobile News: છોટા પેકેટ બડા ધમાકા! ઓછા બજેટમાં 5 સ્ટાર સેફ્ટી રેટિંગવાળી કાર, હાલ માર્કેટમાં મચાવી છે ધૂમ
Auto News: રોડ અકસ્માતોની વધતી સંખ્યાના પગલે હવે ભારતમાં સુરક્ષિત અને સેફ્ટી ફીચર્સવાળી કારોની માંગણી વધી રહી છે. લોકો હવે સેફ કાર માટે વધુ પૈસા પણ ખર્ચવા માટે તૈયાર છે. આજે અમે તમને એક એવી કાર વિશે જણાવીશું જે 5 સ્ટાર સેફ્ટી રેટિંગવાળી કાર છે અને તમારે તેના માટે વધુ પૈસા પણ ખર્ચવાની જરૂર નથી.
હવે બજારમાં કાર ખરીદતી વખતે ગ્રાહકો ફક્ત બજેટ કે ડીઝાઈન, ફીચર્સ નહીં પરંતુ સુરક્ષા પણ જુએ છે. કારના સેફ્ટી ફીચર્સ વિશે પણ પૂરેપૂરી જાણકારી મેળવી લે છે. રોડ અકસ્માતોની વધતી સંખ્યાના પગલે હવે ભારતમાં સુરક્ષિત અને સેફ્ટી ફીચર્સવાળી કારોની માંગણી વધી રહી છે. લોકો હવે સેફ કાર માટે વધુ પૈસા પણ ખર્ચવા માટે તૈયાર છે. આજે અમે તમને એક એવી કાર વિશે જણાવીશું જે 5 સ્ટાર સેફ્ટી રેટિંગવાળી કાર છે અને તમારે તેના માટે વધુ પૈસા પણ ખર્ચવાની જરૂર નથી.
છોટા પેકેટ બડા ધમાકા
અમે જે કારની વાત કરીએ છીએ તે છે ટાટા મોટર્સની સૌથી સસ્તી સબ કોમ્પેક્ટ એસયુવી ટાટા પંચ (Tata Punch SUV). ખાસ વાત એ છે કે તે પોતાના સેગમેન્ટની પહેલી એવી કાર છે જેમાં 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યા છે. તેની કિંમત પણ ફક્ત 6.13 લાખ રૂપિયાથી શરૂ થાય છે. અત્રે જણાવવાનું કે હાલમાં જ લોન્ચ થયેલી નવી સ્વિફ્ટ હેચબેક તેના કરતા મોંઘી છે. જેના સૌથી સસ્તા વેરિયેન્ટની કિંમત 6.49 લાખ રૂપિયા (એક્સ શોરૂમ)થી શરૂ થાય છે.
ટાટા મોટર્સે પંચને બનાવવામાં હાઈ ક્વોલિટી સ્ટાન્ડર્ડને મેન્ટેન કર્યા છે. કંપનીએ પંચની બિલ્ડ ક્વોલિટીને સારી રાખી છે અને તેમાં મજબૂત ચૈસીનો ઉપયોગ કર્યો છે. તેના કેટલાક સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, EBD સાથે ABS, રિયર ડિફાગર, રિયર પાર્કિંગ સેન્સર, એક રિયર વ્યૂ કેમેરા અને ISOFIX જેવા સેફ્ટી ફીચર્સ આપે છે.
એન્જિન
બોડીની જેમ પંચનું એન્જિન પણ ખુબ પાવરફૂલ છે. તેમાં 1.2 લીટરનું પેટ્રોલ એન્જિન આવે છે. જે 86 bhpનો પાવર અને 113 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ કાર 5 સ્પીડ મેન્યુઅલ અને એક ઓપ્શનલ 5 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે. તેની માઈલેજ લગભગ 19 કિમી પ્રતિ લીટર છે.
મોડલ
બજારમાં ટાટા પંચ 4 મોડલમાં ઉપલબ્ધ છે. પ્યોર, એડવેન્ચર, એક્મિપ્લિશ્ડ, અને ક્રિએટિવ. આ ઉપરાંત કંપનીએ પંચ માટે કેટલીક સ્પેશિયલ એડિશન પણ રજૂ કરેલી છે જેમ કે કેમો એડિશન એડવેન્ચર અને એકોમ્પ્લિશ્ડ ટ્રિમ્સ સાથે ઉપલબ્ધ છે. સારી વાત એ છે કે ટાટા પંચ સીએનજી અને ઈલેક્ટ્રિક વર્જનમાં પણ ઉપલબ્ધ છે. કારમાં 366 લીટરનો એક મોટો બૂટ સ્પેસ પણ મળે છે. જેમાં ઢગલો સામાન મૂકી શકાય છે. ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ 187mm છે, જે તેને ખરાબ રસ્તાઓ માટે સારી બનાવે છે. ભારતીય બજારોમાં ટાટા પંચનો મુકાબલો હુન્ડઈ એક્સટર અને મારુતિ ઈગ્નિસ સાથે છે. તેની કિંમત જોઈએ તો Nissan Magnite અને Renault Kiger ના કેટલાક મોડલોને પણ તે ટકકર આપે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube