નવી દિલ્હી: ટેલિકોમ રેગુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડીયા (ટ્રાઇ) દ્વારા નવી ટેરિફ વ્યવસ્થા લાગૂ કર્યા બાદથી ડીટીએચ અને બ્રોડકાસ્ટ ઇંડસ્ટ્રીમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. નવી ટેરિફ વ્યવસ્થા લાગૂ થયા બાદ ઘણી કંપનીઓમાં અત્યાર સુધી ઘણા પ્લાન્સ જાહેર કરવામાં આવ્યા છે અને ઘણા એકમોએ પોતાના સેટટોપની બોક્સની કિંમતો ઘટાડી છે. આ દરમિયાન સર્વિસ પ્રોવાઇડર ટાટા સ્કાઇએ પણ પોતાના સેટટોપ બોક્સની કિંમતમાં ફરી એકવાર ઘટાડો કર્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

oppo એ લોન્ચ કરી મેશ ટોક ટેક્નોલોજી, 3Km સુધી નેટવર્ક અને બ્લ્યૂટૂથથી વાત કરી શકશે યૂઝર


ટાટા સ્કાઇએ પોતાના એચડી અને એસડી બંને સેટટોપ બોક્સની કિંમતોમાં ઘટાડો કર્યો છે. ટાટા સ્કાઇનું એસડી સેટટોપ બોક્સ હવે 1,399 રૂપિયામાં એચડી સેટટોપ બોક્સ 1499 રૂપિયાનું થઇ ગયું છે. તમને જણાવી દઇએ કે કિંમતો ક્રમશ: 1600 રૂપિયા અને 1800 રૂપિયા હતી. આ ઘટાડા બાદ ટાટા સ્કાઇનું સેટટોપ બોક્સ સૌથી સસ્તું થઇ ગયું છે. નવી કિંમતો કંપનીની સત્તાવાર વેબસાઇટ પર જોઇ શકાય છે. 

Samsung Galaxy A90 નું 5G વેરિએન્ટ હશે ખાસ, જાણો અન્ય ફીચર્સ


ટાટા સ્કાઇએ લોન્ચ કરી રૂમ ટીવી સર્વિસ
અત્રે ઉલ્લેખનીય છે કે ટાટા સ્કાઇએ ગ્રાહકોની સુવિધા માટે થોડા દિવસ પહેલાં નવા રૂમ ટીવી સર્વિસ લોન્ચ કરી છે. ટાટા સ્કાઇની નવી સેવા હેઠળ ગ્રાહક એક જ કનેક્શન પર એકથી વધુ ટેવી જોઇ શકશો. સરળત શબ્દોમાં કહીએ તો ટાટા સ્કાઇની એક જ આઇડી પર તમે એકથી વધુ ટીવી જોઇ શકશો દરેક ટીવી પોતાના દરેક ટીવી પર પોતાની ઇચ્છા મુજબ ચૂંટણી કરી શકો છો. તો બીજી તરફ કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે સબ્સક્રાઇબર્સને બીજી ટીવી પર સિલેક્ટ કરેલી ચેનલ માટે અલગથી પૈસા ખર્ચ કરવા નહી પડે. સબ્સક્રાઇબર્સ રૂમ ટીવી સર્વિસનો લાભ www.mytatasky.com પર જઇને ટાટા સ્કાઇ મોબાઇલ એપ દ્વારા સરળાથી ઉઠાવી શકશો.