BSNL એ પોતાના લાખો યૂઝર્સને ખુશખબર આપ્યા છે. કંપનીએ પોતાના એક પ્રીપેઈડ રિચાર્જ પ્લાનમાં વધુ ડેટા આપવાનો નિર્ણય લીધો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં BSNLએ અનેક સારી ઓફરો રજૂ કરી છે. હાલમાં જ કંપનીએ એક સાથે સાત નવી સેવાઓ શરૂ કરી અને પોતાના 20 વર્ષ જૂના લોગો અને સ્લોગનને પણ બદલી નાખ્યું. આ અવસરે કંપનીના ચેરમેને કહ્યું કે BSNL ના પ્લાન્સના  ભાવ જલદી વધારવામાં આવશે નહીં. કારણ કે હાલ ધ્યાન વધુ યૂઝર્સને સંભાળવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સારું બનાવવા પર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BSNL ની નવી ઓફર
BSNL એ પોતાના સોશિયલ મીડિયા પર એક નવી ડેટા ઓફર આપી છે. આ ઓફર એવા લોકો માટે છે જે 84 દિવસનું રિચાર્જ પ્લાન લે છે. BSNL ની પોસ્ટ મુજબ આ ઓફર કંપનીના ₹599 વાળા પ્રીપેઈડ રિચાર્જ પ્લાન સાથે આવે છે. આ રિચાર્જની સાથે ગ્રાહકોને રોજ 3GB ડેટા અને 100 ફ્રી એસએમએસ મળે છે. આ ઉપરાંત 84 દિવસના પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને ફ્રી નેશનલ રોમિંગ પણ સામેલ છે. આ નવી ઓફર હેઠળ સબસ્ક્રાઈબર્સને 3GB વધુ ડેટા મળશે. 



આ પ્રીપેઈડ ઓફરનો ફાયદો ઉઠાવવા માટે યૂઝર્સે BSNL ના સેલ્ફ કેર એપથી પોતાનો નંબર રિચાર્જ કરવો પડશે. આ એપ દ્વારા તેઓ જિંગ, PRBT, એસ્ટ્રોટેલ, અને ગેમઓનસર્વિસ જેવી વધારાની સેવાઓની મજા પણ લઈ શકે છે. જે આ સસ્તા પ્રીપેઈડ પ્લાનનો ભાગ છે. 


BSNL નો 300 દિવસવાળો પ્લાન
BSNL ના અન્ય સમાચારમાં સરકારી ટેલિકોમ કંપનીએ અનેક સારા રિચાર્જ પ્લાન રજૂ કર્યા છે. જે 300 દિવસ સુધી ચાલે છે. આ પ્લાન માટે યૂઝર્સે 797 રૂપિયા ખર્ચવા પડશે. જેમાં અનલિમિટેડ  કોલિંગ, રોજ 2GB ફાસ્ટ ઈન્ટરનેટ, અને પહેલા 60 દિવસ માટે 100 ફ્રી એસએમએસ સામેલ છે. ત્યારબાદ યૂઝર્સે કોલ કરવા માટે પોતાના એકાઉન્ટમાં પૈસા નાખવા પડશે.