નવી દિલ્હી: TikTok પર ભારતમાં પ્રતિબંધ મૂકાયા પછી ઈન્સ્ટાગ્રામે ટિકટોક જેવું ફીચર Reelsની શરૂઆત કરી હતી. ત્યારથી અત્યાર સુધી આ ફીચર ઘણું જ પોપ્યુલર થઈ ચૂક્યું છે. કંપની રીલ્સમાં હાલના દિવસોમાં ખુબ જ શાનદાર ફીચર્સ આપી રહી છે, જેના કારણે ઈન્સ્ટાગ્રામના દિવાનાઓ તેની તરફ વધુ વળ્યા છે. હાલમાં Reelsમાં એક નવું ફીચર જોડવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરી એકવાર કંપનીએ Instagram રીલ્સમાં TikTok જેવા બે નવા ફીચર્સ એડ કરવાની જાહેરાત કરી છે. તેમાંથી એક વોઈસ ઈફેક્ટ ફીચર છે, જ્યારે બીજું ટેક્સ્ટ ટુ સ્પીચનું ઓપ્શન છે. આ બંને ફીચર્સ ઓડિયો આધારિત છે. ટેક્સ્ટ ટુ સ્પીચ ફીચર વિશે વાત કરીએ તો, તે આર્ટિફિશિયલ (કૃત્રિમ) અવાજમાં લખેલા ટેક્સ્ટને વર્ણવશે. તમે તમારા ઇન્સ્ટા ફીડમાં આ પ્રકારનો કૃત્રિમ અવાજ ઘણી વખત સાંભળ્યો હશે.


ટેક્સ્ટ ટુ સ્પીચ નામના આ ફીચર હેઠળ યુઝર્સને વીડિયો પોસ્ટ કરતા પહેલા વોઈસ ઓપ્શન આપવામાં આવશે. જ્યાં સુધી વોઈસ ઈફેક્ટનો સવાલ છે તો આ ફીચર વોઈસ ચેન્જર જેવું જ છે. એવી ઘણી એપ્સ છે જે તમારા અવાજને અલગ-અલગ ઈફેક્ટો આપી શકે છે. તેવી જ રીતે હવે ઇન્સ્ટાના નવા ફીચર દ્વારા તમે તમારો અવાજ બદલી શકો છો અને તેને રોબોટ અથવા અન્ય કોઈપણ ઈફેક્ટની સાથે શેર કરી શકો છો.


ટેક્સ્ટ ટુ સ્પીચ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે ઇન્સ્ટાગ્રામ ખોલવું પડશે અને રીલ્સ વિભાગમાં જવું પડશે. અહીં તમારે કેમેરા આઇકોન પર ટેપ કરીને ક્રિએટ રીલ્સ પર જવું પડશે. રીલ્સમાં વિડિયો રેકોર્ડ કર્યા પછી તમે ટેક્સ્ટ ટૂલ પર ટેપ કરો. ત્યારપછી નીચેના ડાબા ખૂણામાં ટેક્સ્ટ બબલ પર ટેપ કરો અને હેમબર્ગર મેનૂ પર જાઓ અને Text to speech વિકલ્પ પર ટેપ કરો.


અહીં તમને બે વોઈસ ઓપ્શન મળશે જેમાંથી તમે એક પસંદ કરી શકો છો. તેવી જ રીતે ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં વોઇસ ઇફેક્ટનો ઉપયોગ કરવા માટે તમારે રીલ્સ વિભાગમાં જવું પડશે. રીલ્સ વિભાગમાં ગયા પછી કેમેરા આઇકોન દ્વારા રીલ બનાવોનો વિકલ્પ પસંદ કરો. તે પછી તમે વીડિયો રેકોર્ડ કરો. તમે ગેલેરીમાંથી પણ અપલોડ કરી શકો છો. અપલોડ કર્યા પછી મ્યુઝિક નોટ આઇકોન પર ટેપ કરીને ઓડિયો મિક્સર ખોલો.


હવે તમે અહીં ત્રણ ડોટ આઇકોનમાંથી જઈને ઈફેક્ટ ઉમેરી શકો છો. હાલમાં પાંચ વિકલ્પો આપવામાં આવ્યા છે. આ પાંચ વિકલ્પોમાં રોબોટ, એનાઉન્સર, હિલીયમ અને જાયન્ટનો સમાવેશ થાય છે.