નવી દિલ્હી: Ulefone એ હાલમાં જ તેનો સૌથી મજબૂત સ્માર્ટફોન Ulefone Power Armor 14ને રજૂ કરીને બજારમાં ધમારો કર્યો  છે. જેમાં 10000mahની મોટી બેટરી અને અનેક અદ્ભુત ફીચર્સ છે. આ સ્માર્ટફોનને એકવાર સંપૂર્ણ ચાર્જિંગ કર્યા પછી સામાન્ય વપરાશ સાથે એક અઠવાડિયા કરતાં વધુ સમય સુધી ચાલે છે. હાલ ફોનની ડિઝાઈન અને ફીચર્સ લોકોને લલચાવી રહ્યા છે. હવે કંપનીએ ફોનનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે આ ફોન કેટલો શાનદાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Ulefone Power Armor 14ના સ્પેસિફિકેશન્સ
Ulefone Power Armor 14  પાછળ અને આગળના ભાગે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. 6.52-ઇંચ વોટરડ્રોપ ડિસ્પ્લે એકદમ મજબૂત છે. તે ટાઇપ-સી ચાર્જિંગ કેબલનો ઉપયોગ કરીને માત્ર 3 કલાકમાં 1000mAh બેટરી ચાર્જ કરવા માટે 18W ફાસ્ટ ચાર્જરને સપોર્ટ કરે છે. યુઝર્સને સીમ નીડલ, એક યુઝર મેન્યુઅલ, એક ટાઇપ-સી ચાર્જિંગ કેબલ, એક સ્લિંગ અને ટેમ્પર્ડ ગ્લાસ સ્ક્રીન પ્રોટેક્ટર મળશે.


Ulefone Power Armorનો કેમેરા
આ સ્માર્ટફોન MediaTek Helio G35 SoC દ્વારા સંચાલિત છે, જેમાં 4GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યો છે. વીડિયોમાં Ulefone Power Armor 14ના પાવરફુલ કેમેરા વિશે ચારેબાજુ ચર્ચા જાગી છે. તેમાં 20MP Sony IMX350 પ્રાઈમરી સેન્સર, 2MP મેક્રો કેમેરા અને બોકેહ ઈફેક્ટ આપવા માટે તેમાં ડેપ્થ સેન્સર છે. સેલ્ફી માટે 16MP કેમેરા છે.


Ulefone Power Armor 14ના અન્ય ફીચર્સ
ફોનમાં 2.5MM ઓડિયો જેક અને USB Tyle-C પોર્ટ છે. સ્માર્ટફોન ડ્યુઅલ સિમ સ્લોટ્સ, બ્લૂટૂથ, વાઇફાઇ, જીપીએસ અને ડાબી બાજુએ કસ્ટમ Key પણ છે. પાવર બટનમાં એક ફિંગરપ્રિન્ટ સેન્સર છે. Ulefone Power Armor 14 Android 11 OS પર ચાલે છે. આ સ્માર્ટફોનને તમે Ulefoneની વેબસાઇટ અથવા AliExpress પરથી પ્રી-સેલ પરથી ખરીદી શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube