WhatsApp માં આવ્યું શાનદાર ફીચર, હવે ગ્રુપ કોલ મિસ કરશો તો પણ ચિંતા નથી, જાણો કેમ
હવે કંપનીએ આ સુવિધા (Whatsapp Group Call) રિલીઝ કરી દીધી છે, અને તેને joinable calls feature નામ આપવામાં આવ્યું છે, અને તેનો ઉપયોગ ગ્રુપ કોલ (Whatsapp Joinable Feature)માં કરવામાં આવશે.
સોશિયલ મીડિયા ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પર હંમેશાં થોડા સમયાંતરે નવી સુવિધાઓ અને અપડેટ્સ આવતા રહે છે. લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે કંપની ગ્રુપ કોલિંગ સુવિધા પર કામ કરી રહી છે જે યૂઝર્સ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. પરંતુ મજાની વાત એ છે કે હવે કંપનીએ આ સુવિધા (Whatsapp Group Call) રિલીઝ કરી દીધી છે, અને તેને joinable calls feature નામ આપવામાં આવ્યું છે, અને તેનો ઉપયોગ ગ્રુપ કોલ (Whatsapp Joinable Feature)માં કરવામાં આવશે. કંપનીએ ખુલાસો કર્યો છે કે આ ફીચરની મદદથી હવે યુઝર્સ ગ્રુપ કોલ મિસ (Group Chat)થાય તો આવા સંજોગોમાં વચ્ચે પણ કોલમાં જોડાઈ શકશે. તો આજે તમને આ સુવિધા વિશું જણાવીશું.
WhatsApp એ તેના નવા ફિચર વિશેની માહિતી ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા શેર કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે જો તમે વોટ્સએપ પર કોઈ મહત્વનો ગ્રુપ કોલ ચૂકી ગયા હોવ તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હવે તમે વચ્ચે પણ ગ્રુપ કોલમાં જોડાઈ શકો છો. જો કોલ હજુ ચાલુ છે તો તમે drop off કરીને વચ્ચે કોલમાં જોડાઈ શકો છો. આ સુવિધા એવા યૂઝર્સ માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે જેઓ આજકાલ ઘરેથી વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે અને તેમની મહત્વની મીટિંગો માટે WhatsApp નો ઉપયોગ કરે છે. અત્યાર સુધી જો તમે કોઈ ગ્રુપ કોલ ચૂકી ગયા હોવ તો તમારે કોઈને મેસેજ કરીને તેને રિકવેસ્ટ કરીને જોડાવા માટે કહેવું પડતું હતું. પણ હવે એવું નહીં થાય.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube