નવી દિલ્લીઃ ઉનાળામાં ઘણી વખત લાંબા સમય સુધી વીજળી જતી રહે છે. જેના કારણે તમારે ઘરમાં ગરમીમાં બેસવું પડે છે. બસ આ કામ કરો અને પછી તમે વીજળી વગર પણ પંખા અને કુલર ચલાવી શકશો. ઉનાળો હવે પોતાના પુરજોશમાં છે અને વધતી ગરમીથી સૌ કોઈ પરેશાન છે. ઉનાળાની સાથે સાથે આ સિઝનમાં પાવર કાપ પણ સામાન્ય સમસ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશના ઘણા શહેરોમાં કલાકો સુધી વીજળી નથી હોતા અને જેના કારણે લોકોએ ગરમીમાં ઘરમાં બેસી રહેવું પડે છે. જો વગર વીજળીએ પણ તમારા ઘરમાં તમે પંખા-કૂલર ચલાવવા માંગો છો, તો તમારે તેના માટે ઈન્વર્ટર લેવું પડશે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ઈન્વર્ટર ખરીદતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ઈન્વર્ટર ખરીદતા પહેલાં આ વાતનું રાખો ધ્યાન- ઈન્વર્ટર ખરીદતા પહેલા, તમને કેટલા વોટના ઈન્વર્ટરની જરૂર છે તે જાણી લો. આ કરવા માટે, તમારે એવા ઉપકરણોની લિસ્ટ બનાવવી પડશે જે ઈન્વર્ટર સાથે જોડાયેલા હશે, એટલે કે, જે તમે ઈન્વર્ટરની મદદથી ચલાવવા માંગો છો. આ તમને કુલ કેટલી વોટેજની જરૂર છે તે સમજવામાં મદદ કરશે. તમારા ઉપકરણો કેટલો પાવર ખેંચે છે તે મુજબ, ઈન્વર્ટરની ક્ષમતા નક્કી કરો. અને પછી ઈન્વર્ટર ખરીદવા માટે જાઓ. ઈન્વર્ટર ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો- યોગ્ય ઈન્વર્ટર પસંદ કરવા માટે, તમારે તમારું V/A રેટિંગ (વોલ્ટ/એમ્પીયર) શોધવાની જરૂર છે. આ કરવા માટે થોડા પગલાં છે. ઈન્વર્ટરનું પાવર ફેક્ટર સામાન્ય રીતે તેની કાર્યક્ષમતા છે જેના પર ઈન્વર્ટર કામ કરે છે. ઈન્વર્ટર ક્યારેય 100 ટકા કાર્યક્ષમતા પર કામ કરતું નથી હોતું. તે 50-80 ટકા કાર્યક્ષમતા વચ્ચે જ કામ કરે છે. જો ઈન્વર્ટરની એફિસિન્યસી 70 ટકા છે, તો તેનું પાવર ફેક્ટર 0.7 હશે, જો તે 80 ટકા હશે, તો પાવર ફેક્ટર 0.8 હશે. જે બાદ તમારે વોલ્ટ એમ્પીયર રેટિંગ તપાસવું સરળ બનશે.


આ સાથે, ઈન્વર્ટર પસંદ કર્યા પછી, તે પણ જુઓ કે તેમાં કઈ બેટરી ઈન્સ્ટોલ કરેલી છે કે નહીં કારણ કે સારા ઈન્વર્ટરમાં સારી બેટરી હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો તમને લાંબા સમય સુધી પાવર કટની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ રીતે, યોગ્ય ઈન્વર્ટર પસંદ કરીને, તમે વીજળી વિના પણ પંખા અને કુલરનો ઉપયોગ કરી શકો છો અને ઉનાળાને ટાળી શકો છો.