Googleનું ટુ સ્ટેપ વેરિફિકેશન અથવા 2SV દેશમાં શરૂ થયું છે. મેની શરૂઆતમાં, વર્લ્ડ પાસવર્ડ ડે પર Google એ જાહેરાત કરી હતી કે જો તેઓના એકાઉન્ટ યોગ્ય રીતે કોન્ફિંગર કરવામાં આવ્યા છે તો તે 2SVમાં ઓટોમેટિકલી એનરોલ શરૂ કરશે. 2021 ના અંત સુધીમાં 2SVમાં એક્સ્ટ્રા 150 મિલિયન Google યુઝર્સને ઓટો એનરોલ કરવાનો પ્લાન છે. કંપની અનુસાર, આ રીતે તેમનું જીમેલ વધુ સિક્યોર બની જશે. આ પ્રોસેસ હવે તે એકાઉન્ટ્સના પ્રથમ ફેઝ માટે ચાલી રહી છે જે યોગ્ય રીતે કોન્ફિગર થયા છે. યૂઝર્સને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1.  શા માટે જરૂરી છે 2-સ્ટેપ વેરિફિકેશન..


બધા Google એકાઉન્ટ્સ માટે 2-સ્ટેપ વેરિફિકેશન જરૂરી છે. આ પ્રોસેસ તે એકાઉન્ટ્સ માટે શરૂ કરવામાં આવી છે જે યોગ્ય રીતે કોન્ફિગર થાય છે. યોગ્ય રીતે કોન્ફિગર થયેલા એકાઉન્ટ્સ તે હોય છે કે જેમાં એક ફોન નંબર અથવા બીજુ અન્ય ઇમેઇલ એડ્રેસ હોય છે. અથવા Google નોટિફિકેશન પ્રાપ્ત કરવા માટે સ્માર્ટફોન સેટ કરવામાં આવે છે. હવે તમને કેવી રીતે ખબર પડશે કે એકાઉન્ટ યોગ્ય રીતે કોન્ફિગર થયું છે? તમે તમારા Google એકાઉન્ટનું સિક્યોરિટી ચેકઅપ કરીને તેના વિશે જાણી શકો છો.


2.  Google શા માટે 2-સ્ટેપ વેરિફિકેશન કરી રહ્યું છે.. 


Google ના જણાવ્યા અનુસાર, તમારા સ્માર્ટફોન પર પાસવર્ડ અને ટુ સ્ટેપ બંને સાથે સાઇન ઇન કરવાથી પાસવર્ડ ચોરી કરતા ફ્રોડ સામે રક્ષણ મળે છે. જો કોઈ તમારો પાસવર્ડ ઓનલાઈન ચોરી કરે તો પણ, ટુ-સ્ટેપ વેરિફિકેશન પૂરુ કરવા માટે તેમની પાસે તમારો ફોન નહીં હોય. ફેરફાર કર્યાના લગભગ 7 દિવસ પહેલા વપરાશકર્તાઓને ઈમેલ અથવા નોટિફિકેશન/અલર્ટ મળશે.


3.  શું 2 સ્ટેપ વેરિફિકેશન મેન્યુઅલી ઓન કરી શકાય છે અને કેવી રીતે?


  • યુઝર્સ જાતે 2-સ્ટેપ વેરિફિકેશન ઑન કરી શકે છે.

  • સૌથી પહેલા તમારે તમારું Google એકાઉન્ટ ઓપન કરવાનું છે.

  • નેવિગેશન પેનલ પર જાઓ અને સિક્યોરિટી સિલેક્ટ કરો.

  • Google માં સાઇન ઇન કરીને, 2 સ્ટેપ વેરિફિકેશન સિલેક્ટ કરો અને પછી ફરી શરૂઆત કરો.

  • હવે ઓન-સ્ક્રીન સ્ટેપ્સને ફૉલો કરો.


4.  જો કોઇ યુઝર પાસે ફોન નથી અથવા તો તેનો ફોન ખોવાઇ ગયો છે તો તે Google એકાઉન્ટમાં સાઇન ઇન કરવામાં મદદ માટે તેના રિકવરી ઇમેલનો ઉપયોગ કરી શકે છે.


5.  શું 2 સ્ટેપ વેરિફિકેશન બંધ કરી શકાય?


2 સ્ટેપ વેરિફિકેશન ઓટોમેટિકલી ઑન અને ઑફ થઈ શકે છે. Google યુઝર્સને ચેતવણી આપે છે કે માત્ર એક પાસવર્ડથી સાઇન ઇન કરવાથી તમારું એકાઉન્ટ ઓછું સુરક્ષિત બને છે.


6.  YouTube ક્રિએટર્સ માટે પણ 2-સ્ટેપ વેરિફિકેશન જરૂરી