નવી દિલ્લીઃ સ્માર્ટફોન અને ટેકનોલોજીના સમયમાં કોણ તમને ફોન કરી રહ્યું છે એ જાણવા માટે ટ્રુ કોલરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારે ઘણીવાર તમારો નંબર ચેજ થઈ ગયો હોય તો તમે ટ્રુ કોલરમાં કઈ રીતે પોતાનો નવો નંબર એડ કરી શકો અથવા તમે એમાંથી પોતાનો નંબર હટાવવા માંગતા હોવ તો શું કરવું એ બાબત એક માથાનો દુઃખાવો ઉભો કરી દેતી હોય છે. પણ હવે તમારે આ મુદ્દે કોઈ પરેશાની વેઠવાની જરૂર નથી. આ આસાન ટ્રિક અજમાવી જુઓ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે ટ્રુકોલર પરથી તમારો નંબર અને નામ હંમેશ માટે હટાવવા માંગતા હોવ, જેથી તમારી ઓળખ ગુપ્ત રહે, તો આ સમાચાર તમારા કામના છે, કારણ કે આજે અમે તમને Truecaller માંથી નામ અને નંબર દૂર કરવાની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવવા જઈ રહ્યા છીએ. તેની મદદથી તમે Truecaller પરથી તમારું નામ અને નંબર કાયમ માટે દૂર પણ કરી શકો છો. તો ચાલો જાણીએ સંપૂર્ણ પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ.


ટ્રુકોલર પરથી નામ અને નંબર કાઢી નાખતા પહેલા જાણી લો કે તે તમામ યુઝર્સના સ્માર્ટફોનની એડ્રેસ બુક દ્વારા સંપર્ક વિગતો જનરેટ કરે છે. ભલે કોઈએ તેનો ઉપયોગ ન કર્યો હોય, પરંતુ તેમ છતાં તમારો નંબર અને નામ ટ્રુકોલરના ડેટાબેઝમાં હાજર છે, કારણ કે કદાચ કોઈ અન્ય તમારો નંબર વાપરતું હશે, જ્યાંથી તમારો ડેટાબેઝ ટ્રુકોલર પર સંગ્રહિત છે.


આપને જણાવી દઈએ કે જો તમે આ એપનો ઉપયોગ કરો છો, તો તમે આ સેવામાંથી તમારો નંબર દૂર નહીં કરી શકો. નંબર કાઢી નાખવા માટે તમારે તમારું એકાઉન્ટ બંધ કરવું પડશે. જો તમે તમારો નંબર ડિલીટ કરીને અન્યના સંપર્કની વિગતો જાણવા માંગતા હોવ તો તે શક્ય નથી. તો ચાલો જાણીએ કે iPhone અને Android ફોન પર ટ્રુકોલર એકાઉન્ટને કેવી રીતે નિષ્ક્રિય કરવું.


Android માં ટ્રુકોલરને કેવી રીતે નિષ્ક્રિય કરવું:
- સૌથી પહેલા તમારે ટ્રુકોલર એપ ઓપન કરવાની રહેશે
- પછી ઉપરના ડાબા ખૂણામાં પીપલ આઇકોન પર ટેપ કરો
- પછી સેટિંગ્સ પર જાઓ
- ત્યાર બાદ તમારે એબાઉટમાં જવું પડશે
- ત્યાં તમને ડિએક્ટિવેટ એકાઉન્ટ મળશે, જ્યાં તમે તેને નિષ્ક્રિય કરી શકો છો


iPhone પર ટ્રુકોલર ને કેવી રીતે નિષ્ક્રિય કરવું:
- સૌથી પહેલા તમારે ટ્રુકોલર એપ ઓપન કરવાની રહેશે
- તે પછી ઉપર જમણી બાજુએ ગિયર આઇકોન પર ટેપ કરો.
- ત્યાર બાદ એબાઉટ ટ્રુકોલર પર જાઓ
- આ વિકલ્પમાં તમને સૌથી નીચે ટ્રુકોલરને નિષ્ક્રિય કરવાનો વિકલ્પ મળશે
- તમે અહીંથી તમારા એકાઉન્ટ પર ક્લિક કરીને નિષ્ક્રિય કરી શકો છો


ટ્રુકોલરમાંથી તમારો નંબર કેવી રીતે ડિલીટ કરવો:
- સૌથી પહેલા તમારે ટ્રુકોલરના અનલિસ્ટ પેજ પર જવું પડશે
- દેશના કોડ સાથે તમારો નંબર દાખલ કરો, દા.ત. +911100404040
- તે પછી અનલિસ્ટ કરવાનો વિકલ્પ પસંદ કરીને કારણ આપો
- તે પછી વેરિફિકેશન કેપ્ચા ભરો
- તે પછી તમારે અનલિસ્ટ પર ક્લિક કરવાનું રહેશે
- આ કર્યા પછી, ટ્રુકોલર 24 કલાક પછી તમારો નંબર કાઢી નાખશે.