ઝિમ્બાબ્વે સરકારે એક નવો નિયમ લાગૂ કર્યો છે. જે હેઠળ હવે તમામ વોટ્સએપ ગ્રુપ એડમિને પોસ્ટ અને ટેલિકોમ્યુનિકેશન રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઝિમ્બાબ્વે (POTRAZ) સાથે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને પોતાના ગ્રુપને ચલાવવા માટે લાઈસન્સ લેવું પડશે. આ લાઈસન્સ માટે તેમણે પૈસા પણ આપવા પડશે. લાઈસન્સની કિંમત ઓછામાં ઓછી $50 છે. આ જાહેરાત ઝિમ્બાબ્વેના સૂચના, સંચાર ટેક્નોલોજી, પોસ્ટ અને કૂરિયર સેવા મંત્રી (ICTPCS) તતેન્દા માવેતેરા દ્વારા કરાઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે નવા વોટ્સએપ નિયમમાં?
વોટ્સએપનો નવો નિયમ એટલા માટે બનાવવામાં આવ્યો છે જેથી કરીને કોઈ ખોટા સમાચાર ન  ફેલાવે અને દેશમાં શાંતિ જળવાય. તે દેશના ડેટા પ્રોટેક્શન એક્ટ મુજબ છે. આ એક્ટ હેઠળ એવી કોઈ પણ જાણકારી જેનો ઉપયોગ કોઈ વ્યક્તિની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઓળખ કરવા માટે કરી શકાય, વ્યક્તિગત જાણકારી હોય છે. વોટ્સએપ ગ્રુપ એડમિન પાસે સભ્યોના ફોન નંબર હોય છે, આથી સરકાર મુજબ તેઓ ડેટા પ્રોટેક્શન એક્ટના દાયરા હેઠળ આવે છે. 


મંત્રીએ શું કહ્યું
સૂચના મંત્રી મોનિકા મુત્સ્વાંગવાએ કહ્યું કે લાઈસન્સિંગથી ખોટી સૂચનાઓના સોર્સિસને ટ્રેક કરવામાં મદદ મળશે. તે ડેટા પ્રોટેક્શન પર નિયમો સાથે આવે છે જે ચર્ચાઓથી લઈને બિઝનેસ સુધીના સંગઠનોને પ્રભાવિત કરે છે. 


લોકોનું શું કહેવું છે
આ નિયમ હેઠળ હવે વોટ્સએપ ગ્રુપના એડમિને પોતાના ગ્રુપને ચલાવવા માટે લાઈસન્સ લેવું પડશે. આ લાઈસન્સ લેવા માટે એડમિને સરકારને પોતાની કેટલીક અંગત જાણકારી આપવી પડશે અને સાથે ફી પણ ચૂકવવી પડશે. સરકારનું કહેવું છે કે આ નિયમ દેશની સુરક્ષા માટે જરૂરી છે. પરંતુ અનેક લોકોને એવું લાગે છે કે તેનાથી લોકોની વાત કરવાની આઝાદી ઓછી થઈ જશે અને તેમની પ્રાઈવસી જોખમાઈ શકે છે. 


વોટ્સએપ પણ ખોટા સમાચારો સામે લડવાની કોશિશ કરી રહ્યું છે અને તેના માટે અનેક પગલાં પણ ભરી રહ્યું છે. પરંતુ આ નવો નિયમ અનેક સવાલ પણ ઊભા કરી રહ્યો છે. લોકોને લાગે છે કે આ નિયમ ખુબ અઘરો છે અને તેનાથી લોકો પર ખરાબ અસર પડી શકે છે.