નવી દિલ્હીઃ Royal Enfield એ આ વર્ષે ભારતમાં Scram 411 અને Hunter 350 જેવી બે નવી મોટરસાઇકલ લૉન્ચ કરી હતી અને હવે કંપની વધુ એક નવી મોટરસાઇકલ લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ટૂંક સમયમાં જ ભારતીય માર્કેટમાં નેક્સ્ટ જનરેશન બુલેટ 350 ની સાથે Shotgun 350 નામની બાઇક લોન્ચ કરવામાં આવી શકે છે. એવું માનવામાં આવે છે કે Shotgun 350 કંપનીની અત્યાર સુધીની સૌથી પાવરફુલ અને ફીચર લોડેડ મોટરસાઇકલ હશે. જેની કિંમત વધુ હોવાની શક્યતા છે. આજે અમે તમને રોયલ એનફિલ્ડની આ આવનારી બાઈક વિશે જણાવવા જઈ રહ્યા છીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધ બુલેટ મોટાભાગના યુવાનોના દિલ પર રાજ કરે છે. તે ભારતમાં બ્રાન્ડની J-પ્લેટફોર્મ પર આધારિત પ્રથમ બાઇક છે. રોયલ એનફિલ્ડ શોટગન 650 એક શક્તિશાળી બોબર-સ્ટાઈલવાળી મોટરસાઈકલ હશે. શોટગનમાં નવું 350 સીસી એન્જિન મળશે.નવી Royal Enfield Shotgun 350 માં 346cc, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિનનો ઉપયોગ થવાની ધારણા છે.


તેની મોટર 20.2bhp અને 27 Nm ટોર્ક જનરેટ કરવાનો દાવો કરે છે. તેની ટ્રાન્સમિશન ડ્યુટીમાં 5-સ્પીડ ગિયરબોક્સ ઉમેરવામાં આવ્યું છે. તેના સસ્પેન્શન સેટઅપમાં પરંપરાગત ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક અને પાછળના ભાગમાં ટ્વિન શોક એબ્સોર્બર્સનો સમાવેશ થશે. આગળના અને જૂના ડિસ્ક બ્રેક્સ દ્વારા બ્રેકિંગ ડ્યુટી પૂરી પાડવામાં આવશે. ભારતીય બજારમાં આ મોટરસાઇકલ નવી Royal Enfield Shotgun 350 Jawa 42 Bobber અને Jawa Perak સાથે સીધી સ્પર્ધા કરશે. આ બાઇકની અંદાજિત કિંમત 2 લાખ રૂપિયા સુધી હોઇ શકે છે.


હાલમાં, કંપની Royal Enfield Super Meteor 650ને બજારમાં ઉતારવાની તૈયારી કરી રહી છે. જે ગોવામાં લોન્ચ કરવામાં આવી હતી. તે બે વેરિઅન્ટ્સમાં ઓફર કરવામાં આવશે – સ્ટાન્ડર્ડ અને ટૂરર. જેની કિંમત 3.5 લાખથી 4 લાખ રૂપિયાની વચ્ચે છે. આ બાઇકમાં 648cc, એર અને ઓઇલ-કૂલ્ડ સમાંતર ટ્વીન એન્જિન આપવામાં આવશે જે 47bhp અને 52Nm ટોર્ક જનરેટ કરે છે. આ બાઈક પણ માર્કેટમાં ધૂમ મચાવશે.