Jobs In Apple: Appleની બેંગલુરુ ઓફિસમાં ઈન્જીનિયર્સની જરૂર છે. કંપનીએ જોબ માટે ઘણી પોસ્ટ જાહેર કરી છે. Apple હાલમાં સેલુલર 5G/4Gના કેટલાક સેગમેન્ટ પર કામ કરવા માટે ભારતમાં ઈન્જીનિયરિંગની ભરતી કરી રહ્યું છે. iPhones પર 5G માટે સમર્થન ન મળવાના કારણે ભારતમાં એપલની ઘણી આલોચના થઈ રહી છે. ક્યૂપર્ટિનો ટેર જાયંટ ડિસેમ્બર પછી આઈફોન માટે ઓટીએ અપટેડ રોલ આઉટ કરવા માટે કામ કરી રહ્યું છે. જે તેમને ભારતમાં 5જી નેટવર્ક સાતે જોડવામાં સક્ષમ કરશે. આ એક હાર્ડવેર લિમિટેશન નથી પરંતુ એક સોફ્ટવેર સમસ્યા છે જેને એપલને સોલ્વ કરવાની જરૂર છે. એપલ વર્તમાનમાં સેલુલર 5G/4Gના ઘણા સેગમેન્ટ પર કામ કરવા માટે ભારતમાં ઈન્જીનિયરોની ભરતી કરી રહ્યું છે. કંપનીએ બેંગલુરુ કાર્યાલય માટે 6 નવી નોકરીના પદની ઘોષણા કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એપલે બેંગલુરુ કાર્યાલય માટે બે નવી નોકરીઓ પોસ્ટ કરી છેઃ


1) સેલ્યુલર 5G/4G L1 મલ્ટી-આરએટી કંટ્રોલ ફર્મવેર ઈન્જીનિયર
2) સેલ્યુલર 5G/4G Layer1 કંટ્રોલ ફર્મેયર ઈન્જીનિયર


28 સપ્ટેમ્બરે કંપનીએ સેલ્યુલર 5G/4G ફર્મવેર ડેવલપમેન્ટ અને વેરિફિકેશન એન્જિનિયર માટે નોકરી પોસ્ટ કરી. 26 સપ્ટેમ્બરના રોજ Appleએ સેલ્યુલર સોફ્ટવેર વિભાગના એન્જિનિયર માટે નોકરી પોસ્ટ કરી. આખરે ઑક્ટોબર 4 ના રોજ, એપલ મોડેમ સિસ્ટમ ટેસ્ટ એન્જિનિયરની શોધમાં હતું. 11 ઓક્ટોબર, 18 ઓક્ટોબર અને 28 સપ્ટેમ્બરે પોસ્ટ કરવામાં આવેલી નોકરીઓ હાર્ડવેર પર કામ કરવા માટે હતી. જ્યારે બાકીની નોકરીઓ સોફ્ટવેર પર કામ કરવા માટેની હતી. Apple તેના iPhones પર 5G નેટવર્ક માટે સપોર્ટ સક્ષમ કરવા માટે OTA અપડેટને ઝડપથી રિલીઝ કરવા માટે હાયર કરી રહ્યું છે. પરંતુ તેમની અપેક્ષા છે કે, આઇફોન વપરાશકર્તાઓ ટૂંક સમયમાં ભારતમાં 5G નેટવર્કની શક્તિનો અનુભવ કરી શકે છે.