TATA Blackbird: કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે ટાટા મોટર્સ એક નવી SUV લાવવાની છે, જે માર્કેટમાં હ્યુન્ડાઈ ક્રેટા સહિત બાકીના C-સેગમેન્ટના વાહનોને ટક્કર આપશે. તેનું નામ 'બ્લેકબર્ડ' કહેવામાં આવી રહ્યું હતું. ભારતમાં લોકોને SUV કાર ચલાવવી ખુબ પસંદ છે. માર્કેટમાં હ્યુન્ડાઈ, મારૂતિ સુઝુકી, મહિન્દ્રાની SUV લોકોને પહેલી પસંદ છે. જો કે આ રેસમાં ટાટા પણ પાછળ નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે ટાટા મોટર્સ એક નવી SUV લાવવાની હતી, જે માર્કેટમાં હ્યુન્ડાઈ ક્રેટા સહિત બાકીના C-સેગમેન્ટના વાહનોને ટક્કર આપશે. તેનું નામ 'બ્લેકબર્ડ' કહેવામાં આવી રહ્યું હતું. પરંતુ, હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે ટાટાએ 'બ્લેકબર્ડ' પ્રોજેક્ટ બંધ કરી દીધો છે કારણ કે તે આ SUV માટે ચીની ઓટોમેકર ચેરી સાથે ભાગીદારી કરવાની હતી પરંતુ ભારત અને ચીન વચ્ચે વધેલા તણાવને કારણે ટાટાએ આવું કરવાની યોજના પડતી મુકી છે.


જો કે, ટાટા સમજી રહ્યું છે કે સી-સેગમેન્ટમાં કેટલી સંભાવનાઓ છે અને તે તેના માટે કેટલું મહત્વપૂર્ણ છે. તેથી જ તેણે પ્લાન-બી પહેલેથી જ તૈયાર કરી રાખ્યો હતો. ટાટાએ સી-સેગમેન્ટની જરૂરિયાતો અનુસાર નેક્સોનનું X1 પ્લેટફોર્મ બદલ્યું છે અને હવે તેના પર એક નવી કૂપ સ્ટાઇલ એસયુવી તૈયાર કરી રહી છે. આ નવી SUV Curvv છે, જે આ વર્ષની શરૂઆતમાં પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ માટે X1 પ્લેટફોર્મને અપગ્રેડ કરવામાં આવ્યું છે. બ્લેકબર્ડ કદાચ ભારતીય બજારમાં પ્રવેશી શકશે નહીં પરંતુ Curvv આવવાનું નક્કી છે.


ટાટાનું કહેવું છે કે Curvvનું જે કોન્સેપ્ટ વર્ઝન બતાવવામાં આવ્યું હતું, તેનું પ્રોડક્શન મોડલ પણ તેના જેવું જ હશે, તેમાં વધારે ફેરફાર થશે નહીં. ટાટા કર્વને કૂપ એસયુવી ડિઝાઇન મળવા જઈ રહી છે, જેનો અર્થ છે કે તેને ટેપરિંગ રૂફલાઇન મળશે અને તેથી પાછળની સીટ હેડરૂમ ઓછી હશે. તે એકદમ ફીચર લોડ હશે, તેમાં વેન્ટિલેટેડ સીટો, મોટી ઈન્ફોટેનમેન્ટ સ્ક્રીન, ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, 360-ડિગ્રી કેમેરા અને ઘણું બધું મળવાની અપેક્ષા છે.


આ કારમાં અપગ્રેડેડ 1.2-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન મળી શકે છે, જે 140bhp જનરેટ કરવામાં સક્ષમ હશે. તેમાં 1.5-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન પણ આપી શકાય છે, જે અગાઉ હેરિયર અને સફારી ફેસલિફ્ટમાં ઓફર કરી શકાય છે. આ એન્જિન 160bhp પાવર જનરેટ કરી શકે છે. ડીઝલ વિકલ્પ માટે, તે Nexon સાથે 1.5-લિટર ડીઝલ એન્જિન મેળવી શકે છે. જો કે, અમે આપને જણાવી દઈએ કે તેનું EV વર્ઝન કર્વના ICE વર્ઝન પહેલા લોન્ચ કરવામાં આવશે. થોડા સમય બાદ તેનું ICE વર્ઝન આવશે, જેની કિંમત 12 લાખ રૂપિયાથી 22 લાખ રૂપિયા હોઈ શકે છે.