Smart Watch: બૉલ્ટ કંપનીએ એક નવી સ્માર્ટ વૉચ લોન્ચ કરી છે. Boult Audio Drift Plusમાં ઝિંક અલૉય ફ્રેમ અને રાઈટ સાઈડમાં ફિઝિકલ બટન સાથે સ્કવેર ડાયલ આપવામાં આવ્યું છે. આ વૉચ વૉટર રેસિસ્ટન્ટની સાથે IP68 રેટેજ છે. એમાં 500 nits પીક બ્રાઈટનેસ અને HD રિઝોલ્યૂશનની સાથે 1.85 ઈંચ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વૉચમાં 100થી વધુ સ્પોર્ટ્સ મોડ આપવામાં આવ્યા છે. વૉચ બ્લૂટૂથ કૉલિંગને પણ સપોર્ટ કરે છે. સાથે તેમાં બિલ્ટ ઈન માઈક અને સ્પીકર છે. વોઈસ આસિસ્ટન્ટનો પણ સપોર્ટ છે. આ સાથે તેમાં હાર્ટ રેટ મોનિટર, બ્લડ ઓક્સીજન સેન્સર. સ્લીપ ટ્રેકર અને મેન્સ્ટ્રૂઅલ સાઈકલ મોનિટર પણ આપવામાં આવ્યું છે. તેમાં સિડેન્ટ્રી અને હાઈડ્રેશન રિમાઈન્ડર પણ છે.


આ વૉચની બેટરી લાઈફ કંપનીના દાવા પ્રમાણે ખૂબ જ વધારે છે. સિંગલ ચાર્જમાં તે સાત દિવસ સુધી ચાલી શકે છે. સાથે તેમાં કેમેરા, મ્યુઝિક કંટ્રોલ, વેધર અપડેટ, નોટિફિકેશન્સ, ફાઈન્ડ માય ફોન અને મિનિ ગેમ્સના ફીચર્સ છે. આ વૉચ એકદમ અફોર્ડેબલ છે. તેની કિંમત 1499 રૂપિયા છે. તેને ટેન, આઈસી બ્લ્યૂ, બ્લેક, બ્લેક કૉફી, ડેનિમ બ્લૂ અને સ્નો લેધર કલર ઓપ્શન આપવામાં વ્યા છે. આ વૉચને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટથી ખરીદી શકાય છે.