Bumper Discounts On Family Cars: આ ગાડીઓ પર છે મોટી ઓફર્સ, સાવ સસ્તામાં લઈ આવો મનપસંદ કાર!
આજે અમે આપને ટાટા, મારુતિ સુઝુકી અને હુન્ડાઈની એ કારો વિશે જણાવીશું જેની શરૂઆતની કિંમત પાંચ લાખ રૂપિયાથી પણ ઓછી છે. ખાસ વાત એ છે કે આ કારો પર આ મહિને ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
નવી દિલ્લીઃ જો તમે છ લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં એક સારી પરફોર્મેન્સ અને સ્ટાઈલિસ લુકવાળી સસ્તી કારની શોધમાં છો તો આ સમાચાર માત્ર તમારા માટે છે. આજે અમે આપને ટાટા, મારુતિ સુઝુકી અને હુન્ડાઈની એ કારો વિશે જણાવીશું જેની શરૂઆતની કિંમત પાંચ લાખથી પણ ઓછી છે. ખાસ વાત એ છે કે આ કારો પર આજ મહિને ખાસ ઓફર રાખવામાં આવી છે. જેમાં તમને બંપર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તો તે કઈ કાર છે અને તેમાં કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે આવો જોઈએ.
6 લાખથી સસ્તી કારોમાં હાલ શું છે ઓફર?
કાર કુલ ડિસ્કાઉન્ટ શરૂઆતની કિંમત
Maruti Suzuki Alto 29 હજાર રૂપિયા સુધી 3.39 લાખ રૂપિયા
Maruti Suzuki S-Presso 28 હજાર રૂપિયા સુધી 4.25 લાખ રૂપિયા
Maruti Suzuki Eeco 22 હજાર 500 રૂપિયા સુધી 4 લાખ 63 હજાર 200 રૂપિયા
Hyundai Santro 28 હજાર રૂપિયા સુધી 4 લાખ 89 હજાર 700 રૂપિયા
Maruti Suzuki Ignis 35 હજાર રૂપિયા સુધી 5.35 લાખ રૂપિયા
Maruti Suzuki Celerio 54 હજાર રૂપિયા સુધી 5.25 લાખ રૂપિયા
Hyundai i10 Grand NIOS 48 હજાર રૂપિયા સુધી 5.39 લાખ રૂપિયા
Tata Tiago 23 હજાર રૂપિયા સુધી 5.39 લાખ રૂપિયા
Maruti Suzuki WagonR 44 હજાર રૂપિયા સુધી 5 લાખ 44 હજાર 500 રૂપિયા
Maruti Suzuki Swift 29 હજાર રૂપિયા સુધી 5 લાખ 91 હજાર 900 રૂપિયા
Tata Tigor 23 હજાર રૂપિયા સુધી 5 લાખ 99 હજાર 900 રૂપિયા
(નોંધઃ- આ તમામ ઓફર્સ સીમિત સમય પુરતી જ છે. આ સિવાય આ અલગ અલગ રાજ્યો અને ડીલરશિપ્સને આધારે ડિસ્કાઉન્ટ બદલાઈ પણ શકે છે. તેથી કાર ખરીદતા પહેલા નજીકની ડીલરશિપ જઈને ઓફર્સ વિશે યોગ્ય જાણકારી મેળવી લો. આ સિવાય અહીં આપવામાં આવેલી ગાડીઓની કિંમત દિલ્લી એક્સ શો-રૂમની કિંમત છે.)