Car Dash Bord Singnal: ઘણીવાર જોયું હશે કે તમે ગાડી ચલાવતા હોવ અને અચાનક તમારી કારના ડેશબોર્ડ પર જુદા જુદા પ્રકારની સાઈન જોવા મળે છે. કારનું ડેશબોર્ડ઼ તમને વિવિધ પ્રકારની સાઈનથી કંઈક સુચનાઓ આપે છે. શું તમે આ સુચનાઓથી વાકેફ છો? જો તમે આ અંગે અજાણ હોવ તો આ આર્ટિકલ તમારા કામનો છે. અહીં આપવામાં આવેલી માહિતી તમને અકસ્માતથી બચવામાં મદદ કરી શકે છે. કારણ કે જો તમે કારના ડેશબોર્ડ પર આવતી સાઈન અને તેની લાઈટોનું સિગ્નલ નહીં સમજી શકો તો તમે ભારે મુશ્કેલીમાં મુકાઈ શકો છે. 
ભારતીય માર્કેટમાં ટેક્નોલોજી દિવસેને દિવસે ખૂબ જ ઝડપથી વધી રહી છે. ભારતમાં સ્માર્ટ કારોની ડિમાન્ડ ખૂબ જ ઝડપથી વધી રહી છે. હવે કારમાં વપરાતી ટેક્નોલોજી ખૂબજ આધુનિક થઈ ગઈ છે. કારના પોપઅપ ડેશબોર્ડમાં કાર સાથે જોડાયેલી દરેક વસ્તુની ‘વોર્નિંગ લાઈટ’ આપવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બધી વોર્નિંગ લાઈટ અલગ-અલગ શેપની હોય છે. જો તમારી પાસે કાર છે તો તમને ડેશબોર્ડ પરની વોર્નિંગ લાઇટ, સિગ્નલ અને ઇન્ડિકેશન વિશે ખબર હોવી જ જોઇએ. જો તમે તેના વિશે બરાબર નથી જાણતા તો તમને ડ્રાઇવિંગ કરતી વખતે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આજના આ લેખમાં અમે આપને આ વોર્નિંગ લાઈટ વિશે વિગતવાર માહિતી આપીશું.


ડોર-ઓપન વોર્નિંગ લાઈટ (Door-open warning light)-
ડોર-ઓપન વોર્નિંગ લાઈટનું એલર્ટ કારના ડેશબોર્ડ પર ત્યારે નજર જાય છે. જ્યારે કારનો કોઈ પણ દરવાજો સરખી રીતે બંધ ન થયો હોય. જ્યાં સુધી તે દરવાજાને સરખી રીતે બંધ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ લાઈટ ડેસબોર્ડ પર દેખાતી રહેશે.

સીટ બેલ્ટ વોર્નિંગ લાઈટ-
ડેશબોર્ડ પર આ સૌથી કોમન લાઈટ છે. આ લાઈટ તમને યાદ અપાવે છે કે તમે ડ્રાઈવિંગ દરમિયાન સીટ બેલ્ટ બાંધવાનું ભૂલી ગયા છો. હવે તો આ રિમાઈન્ડર લાઈટની સાથે એક બીપનો અવાજ પણ રાખવામાં આવ્યો છે.


બેટરી ચાર્જ વોર્નિંગ લાઈટ (Battery Charge Warning Light)-
કારનું ઈલેક્ટ્રોનિંક સિસ્ટમ અને કારને શરૂ કરવા માટે બેટરી જરૂરી છે. જો આ લાઈટ ઝબકે છે તો તેનો અર્થે એ છે કે ચાર્જિંગ સિસ્ટમમાં કોઈ મુશ્કેલી છે અથવા બેટરી કેબલ ખરાબ થઈ ગયો છે.


એન્જિન વોર્નિંગ લાઈટ (Engine warning light)-
તમારી કારમાં આનું હોવું સૌથી મહત્વપૂર્ણ છે. જો તમારી કારના એન્જિનમાં કોઈ ખામી સર્જાય છે, તો વોર્નિંગ લાઇટ સાથેનું આ આઇકન ઝબકવા લાગે છે. આની મદદથી તમે એન્જિનની ખામી જાણી શકશો.


એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS)-
ABS એટલે કે એન્ટી લૉક બ્રેકિંગ સિસ્ટમ. આ વોર્નિંગ લાઈટ વાસ્તવમાં છેલ્લા કેટલાક સમયથી કારમાં આ સેફ્ટી ફીચરમાં આપવામાં આવે છે. હાર્ડ બ્રેકિંગ દરમિયાન તે કાર પર કંટ્રોલ જાળવી રાખે છે. પરંતુ જો એબીએસ વોર્નિંગ લાઈટ સતત ચાલુ રહે છે તો સમજવું કે કારમાં કોઈ પ્રકારની સમસ્યા સર્જાઈ છે. જ્યારે કારની એન્ટી લૉક બ્રેકિંગ સિસ્ટમ અને હેન્ડ બ્રેક વોર્નિંગ લાઈટ ખરાબ થાય છે, ત્યારે આ લાઈટ દેખાય છે. આવી સ્થિતિમાં શક્ય તેટલો જલ્દી આ પ્રોબ્લેમ સોલ્વ કરવો જોઈએ.