ઝી બ્યૂરો, અમદાવાદઃ શું તમે પણ કોઈના લોકેશનને ટ્રૅક કરવા માગે છે?, જો તમે કોઈની જાણકારી વગર તેનું સ્થાન જાણવા માંગતા હોવ તો તેના માટે કેટલાક ઉપાયો છે. આ ઉપાયોની મદદથી વ્યક્તિનું લોકેશન ટ્રેક કરી શકાય છે. જો કે, આ પદ્ધતિઓ સામાન્ય લોકો માટે સુલભ નથી. આવો જાણીએ કે કેવી રીતે મોબાઇલ નંબર અથવા IP એડ્રેસથી લોકેશન ટ્રેક થાય છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું તમે કોઈનું લોકેશન ટ્રૅક કરી શકો છો અથવા તો તમે કોઈને ટ્રૅક કરી શકો છો? ઘણા લોકો મોબાઈલ નંબર દ્વારા બીજાના લોકેશન જાણવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ પદ્ધતિ Google પર આ પ્રશ્ન લખવા જેટલી સરળ નથી. IP એડ્રેસ અને IMEI નંબર અને ફોન નંબર દ્વારા ટ્રેકિંગની કેટલીક રીતો ચોક્કસપણે છે.


આ પદ્ધતિઓની દરેક લોકો સુધી પહોંચ હોતી નથી. ઉદાહરણ તરીકે, તમે IP એડ્રેસ દ્વારા કોઈનું સ્થાન ટ્રૅક કરી શકો છો. આ માટે તમારી પાસે કેટલીક મહત્વપૂર્ણ માહિતી હોવી જોઈએ. પરંતુ તમે મોબાઈલ નંબરની મદદથી કોઈનું લોકેશન શોધી શકતા નથી. આ માટે કેટલીક પદ્ધતિઓ જરૂરી છે, પરંતુ સામાન્ય માણસ માટે તેનો ઉપયોગ કરવો મુશ્કેલ છે.


પોલીસ કેવી રીતે કરે છે ટ્રેકિંગ?
ફોન નંબર ટ્રૅક કરવા માટે, પોલીસ તે નંબર અથવા IMEI નંબરનો ઉપયોગ કરે છે. આ માટે પોલીસ ટેલિકોમ કંપનીઓ પર નિર્ભર છે. ફોન નંબર ટ્રેક કરવા માટે, પોલીસ ટેલિકોમ કંપનીઓની મદદ માંગે છે.
કંપની પોલીસને જાણ કરે છે કે ટ્રેકિંગ પર મૂકવામાં આવેલ નંબર કયા સેલ ટાવરની નજીક એક્ટિવ છે અથવા કોઈપણ સેલ ટાવરથી ટ્રેકિંગ પરના નંબરનું અંતર કેટલું છે. તેની મદદથી પોલીસ ગુનેગારોના લોકેશનને ટ્રેક કરે છે.


IP એડ્રેસથી લોકેશન ટ્રેક થઈ શકે છે?
તમે IP એડ્રેસની મદદથી કોઈનું લોકેશન શોધી શકો છો. IP સરનામું, એટલે કે ઈન્ટરનેટ પ્રોટોકોલ, યુનિક નંબરનો એક સેટ હોય છે,  દરેક ડિવાઈસનું પોતાનું એક IP એડ્રેસ હોય છે. આ એડ્રેસ ચાર નંબરો યુનિક સેટ હોય છે. 
તેની મદદથી તમે કોઈનું લોકેશન જાણી શકો છો. પરંતુ આ માટે તમારી પાસે તે વ્યક્તિનું IP એડ્રેસ હોવું જરૂરી છે. એડ્રેસ ટ્રૅક કરવા માટે તમારે IP લુકઅપ અથવા વુલ્ફ્રામ આલ્ફા જેવી સાઇટની મદદ લેવી પડશે. આ વેબસાઇટ્સની ગયા પછી, તમારે લોકેશન સર્ચમાં IP એડ્રેસ નાખવું પડશે અને પછી તમને તેનું સંભવિત સ્થાન મળશે.