Gmail Password: જો હૈકર્સથી બચવું હોય તો સમય સમય પર Password બદલતા રહેવું જોઈએ અથવા પાસવર્ડ એવો હોવો જોઈએ જેને સરળતાથી ક્રેક ન કરી શકાય. વર્તમાન સમયમાં મોટાભાગના લોકો દરરોજ ઈમેલ મોકલવા માટે Gmailનો ઉપયોગ કરે છે. ઘણીવાર એવું થાય કે, સોશિયલ મીડિયા એપ, બેંકિગ એપ્સ, ઈ-વોલેટ એપ્સ વગેરે માટે આપણે પાસવર્ડ સેટ કરીએ છીએ પણ Gmail Password ભૂલી જઈએ છીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે પણ તમારા Gmailનો પાસવર્ડ ભૂલી ગયા છે અથવા તમારો પાસવર્ડ કોઈને ખબર પડી ગઈ છે અથવા સિક્યોરિટી માટે તમે પાસવર્ડ બદલવા માગો છો તો આજે અમે તમને અમુક સરળ રીતે બતાવીશું જેનાથી તમે Android કે પછી iPhoneથી પાસવર્ડ બદલી શકો છો. 


રીસેટ પાસવર્ડ-
1) સૌથી પહેલાં પોતાના ફોનના સેટિંગ્સમાં જાવ.
2) તે બાદ તમારે Google ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
3) ગૂગલ પર ક્લિક કર્યા બાદ તમારે Manage your Google Account પર ક્લિક કરવાનું રહેશે. 
4) સ્ક્રીન પર ઉપરની સાઈડ તમને સિક્યોરિટી ઓપ્શન જોવા મળશે. 
5) આ પછી Signing in to Googleના ઓપ્શનમાં Password પર ક્લિક કરો. તે બાદ તમને તમારા અકાઉન્ટમાં સાઈન-ઈન કરવું હશે અથવા તો નીચે દેખાતા ઓપ્શન Forgot Password પર ક્લિક કરીને નવો પાસવર્ડ ક્રિએટ કરી શકો છો.  


આવી રીતે પાસવર્ડ કરો રીસેટ-
1) સૌથી પહેલાં Gmail એપનો ઓપન કરો અથવા તમારા ફોનમાં આ એપ નથી તો તેને Apple App Storeમાં જઈને ડાઉનલોડ કરી શકો છો.  
2) સ્ક્રીનની ડાબી તરફ તમને તમારી પ્રોફાઈલ પિક્ચર અથવા તો તમારા નામનું ઈનિશિયલ જોવા મળશે, તેના પર ક્લિક કરો. 
3) ગૂગલ અકાઉન્ટ પર ક્લિક કરો, તમારી સામે મેનેજ યોર ગૂગલ અકાઉન્ટ આવી જશે.
4) તે પછી તમારે પર્સનલ ઈન્ફો પર ક્લિક કરવાનું છે જે સ્ક્રીન પર ડાબી સાઈડ ઉપરની તરફ જોવા મળશે. 
5) તે પછી બેઝિક ઈન્ફો સેક્શમાં તમારે પાસવર્ડ ઓપ્શન પર ક્લિક કરવાનું છે, તે બાદ તમારે હાલનો પાસવર્ડ નાખીને સાઈન-ઈન કરવું પડશે. તે પછી બે વાર નવો પાસવર્ડ નાખવો પડશે તે બાદ તમે તમારો પાસવર્ડ બદલી શકો છો.