નવી દિલ્લીઃ લોકો એન્ડ્રોઈડના નવા વર્ઝનની ઘણા સમયથી રાહ જોઈ રહ્યાં હતા. ત્યારે એન્ડ્રોઈડ મોબાઈલ યુઝર્સ માટે સારા સમાચાર. ગૂગલે પોતાના વાર્ષિક સમારોહ Google I/O 2022માં એન્ડ્રોઈડ 13ને લોન્ચ કર્યું. ગૂગલે જણાવ્યું કે નવા વર્ઝનમાં અનેક નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે જે યુઝર એક્સપીરિયન્સને વધુ શ્રેષ્ઠ બનાવશે. ગૂગલે પોતાના ઈવેન્ટમાં Android 13નું બીટા વર્ઝન 2 પણ લોન્ચ કર્યું છે. ગૂગલે પોતાના ઈવેન્ટમાં ઈન-હાઉઝ પ્રોસેસર સાથે Google Pixel 6a મોબાઈલને લોન્ચ કર્યો. ગૂગલ મેપ્સને લઈને પણ અપડેટ જાહેર કરવામાં આવી છે. જેને 'immersive view' નામ આપવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Android 13 beta 2 રિલીઝ-
Google એ I/O 2022માં Android 13નું બીટા વર્ઝન 2 પણ લોન્ચ કરવામાં આવ્યું છે. આ વર્ઝનમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. એન્ડ્રોઈડ 13 સાથે, ગૂગલે યુનિફાઈડ સિક્યુરિટી અને પ્રાઈવસી સેટિંગ્સ પેજ ઉપરાંત આલ્બમમાં આર્ટવર્ક ઉમેર્યું છે. Android 13ને ટેબલેટના ઈન્ટરફેસને ધ્યાને રાખીને ફેરફાર કર્યા છે. સાથે જ નવા ફીચર ઉમેર્યા છે. જેથી મલ્ટી ટાસ્કિંગમાં કોઈ પરેશાની ન થાય. એન્ડ્રોઈડ 13નું ફાઈનલ અપડેટ ઓગસ્ટ મહિનામાં રિલીઝ કરવામાં આવશે. 


એન્ડ્રોઈડના નવા વર્ઝનમાં લોક સ્ક્રિન પર પણ મ્યૂઝિક પ્લે થઈ શક્શે. આ સિવાય ભૂકંપને પગલે એલર્ટ તેમજ તેનાથી બચવાના ઉપાય સહિતની માહિતી યુઝર્સને મળશે. એટલું જ નહીં ગૂગલ પેની ડિઝાઈનમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. નવા ગૂગલ પેમાં યુઝર્સ ઈવેન્ટ પાસ, પેમેન્ટ કાર્ડ, વીમા સહિતની વસ્તુઓને સ્ટોર કરી શક્શો. 


ગૂગલ ટ્રાન્સલેટ વધુ સ્માર્ટ બન્યું-
ગૂગલ ટ્રાન્સલેટને લઈને કંપનીએ મોટું અપડેટ આપ્યું છે. હવેથી ગૂગલમાં સંસ્કૃત અને ભોજપુરીમાં પણ ટ્રાન્સલેટ કરી શકાશે. નવા અપડેટ બાદ ગૂગલમાં આ 2 ભાષા સિવાય અન્ય 8 ભાષાઓને પણ સામેલ કરવામાં આવી છે. ગૂગલ ટ્રાન્સલેટના આ ફીચરથી ભારતમાં વસ્તા લોકોને ઘણો ફાયદો થશે.