નવી દિલ્લીઃ દુનિયામાં અનેક પ્રકારના રોબોટ બનાવવામાં આવ્યા છે. જે અલગ અલગ કામો માટે ઉપયોગમાં લેવાય છે. કેટલાક રોબોટ રેસ્ટોરન્ટમાં કામ આવે તે માટે બનાવાયા છે. જ્યારે કેટલાક રોબોટને સેનામાં સામેલ કરવામાં આવ્યા છે. આ વચ્ચે કેરળના એક યુવકે અનોખો રોબોટ બનાવ્યો જે ઘરકામમાં ખાસ કરીને કિચનના કામોમાં મદદરૂપ થાય છે. આ રોબોટને એક મહિલાનો લુક આપવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કન્નૂરના ચટ્ટોથ શિયાદ નામના એક યુવકે પથૂટી નામનો એક રોબોટ બનાવ્યો છે. આ રોબોટના ચેહરાને એક મહિલાનો રૂપ આપવામાં આવ્યો છે. એક વિજ્ઞાન સ્પર્ધા દરમિયાન આ યુવકે આ શાનદાર રોબોટ બનાવ્યો. કોરોના દરમિયાન શિયાદની માતાને ઘર કામમાં મદદરૂપ થાય તે માટે એક રોબોટ બનાવવા નિર્ણય કર્યો. શિયાદે જણાવ્યું કે ભલે તે અથવા તેના પિતા ઘરે હોય કે ન હોય, પરંતુ પથૂટી તેમની માતાને ઘરના કામોમાં મદદરૂપ થાય છે. 


પથૂટી એક એવો રોબોટ છે જે ખાસ કરીને કિચનના કામોમાં મદદરૂપ થાય છે. આ રોબોટ આપેલા કામોને એકદમ સારી રીતે કરી શકે છે. આ રોબોટ ઓટોમેટિક અને મેન્યુઅલી બંને રીતે ચાલી શકે તેમ છે. ઓટોમેટિક મોડમાં આ રોબોટ પોતાની રીતે રસ્તાઓની ઓળખ કરી લે છે. જો તમે રોબોટને અન્ય સ્થળો પર લઈ જવા માગો તો તમારે મેન્યુલ મોડ ઓન કરવો પડશે.