આપણે ખાડા ખોદવામાં જ રહી ગયા અને આ દેશ ચાંદ પર લઈ જશે બુલેટ ટ્રેન! મંગળ સુધી પણ થશે મુસાફરી
Bullet Train on Moon: આપણાં ત્યાં જ્યાં જુઓ ત્યાં ખાડા ખોદેલાં જોવા મળે છે. એક તરફ આપણે ખાડા ખોદવામાંથી જ ઉંચા નથી આવતા ત્યાં બીજી તરફ દુનિયાનો એક દેશ એવો પણ છે જે ચાંદ પર બુલેટ ટ્રેન લઈ જવાની તૈયારી કરીને બેઠો છે.
નવી દિલ્લીઃ જાપાન પોતાની ટેક્નિક માટે વિશ્વભરમાં જાણિતો છે. પોતાની નવી નવી શોધથી તે એવા એવા કામ કરે છે જેની કોઈ દેશો કલ્પના પણ નથી કરી શક્તા. જાપાનની એક યોજના છે કે તે ધરતીથી એક બુલેટ ટ્રેન ચલાવશે જે ચંદ્ર સુધી જશે. હા ચંદ્ર સુધી જાપાન બુલેટ ટ્રેન દોડાવશે. આટલું જ નહીં જો ચંદ્ર સુધી પહોંચવામાં સફળતા મળી તો તે બુલેટ ટ્રેનને મંગળ ગ્રહ સુધી પણ લઈ જવાની યોજના બનાવી રહ્યું છે...
તમામ દેશોને પછાડી આગળ નીકળ્યું જાપાનઃ
વિશ્વમાં સ્પેસ વિજ્ઞાનમાં આગળ વધવા હોડ જામી છે. અમેરિકા ચંદ્ર સુધી જઈ રહ્યું છે તો ચાઈના ચીન મંગર પર જીવન શોધી રહ્યું છે. આ સાથે રશિયા પણ ચીન સાથે મળીને ચંદ્ર પર સંયુક્ત મિશનની યોજના બનાવી રહ્યું છે. આવી સ્થિતિમાં જાપાને તેની બુલેટ ટ્રેનને ચંદ્ર પર લઈ જવાની યોજના બનાવી છે.
ગ્લાસ હૈબિટેડ બનાવવાની છે યોજનાઃ
મળેલી એક જાણકારી મુજબ જાપાન મંગળ ગ્રહ પર ગ્લાસ હૈબિટેટ બનાવવાનું પણ પ્લાનિંગ કરી રહ્યું છે. ગ્લાસ હૈબિટેટ એટલે કે મનુષ્ય એક આર્ટિફિશિયલ સ્પેસ હૈબિટેટમાં રહેશે. જેનું વાતાવરણ ધરતી જેવું બનાવવામાં આવશે. આપને જણાવી દઈએ કે ઓછી ગ્રૈવિટીવાળા સ્થળો પર માંસપેશિયો અને હાડકા કમજોર પડી જાય છે. તેથી આર્ટિફિશિયલ સ્પેસ હૈબિટેટના હિસાબથી તેને તૈયાર કરવામાં આવશે કે ત્યાં એવી ગ્રૈવિટી અને વાયુમંડળ હોય કે મનુષ્યની માંસપેશિયો અને હાડકાં કમજોર ન પડે.
ક્યારે બીજા ગ્રહ પર જીવન બનશે શક્ય?
જો જાપાન આ યોજનામાં સફળ થશે તો મનુષ્ય માટે બીજા ગ્રહ પર રહેવાનો વિકલ્પ ખુલશે. આપને જણાવી દઈએ કે ગ્લાસ હૈબિટેટની બહારનું જીવન લોકો માટે મુશ્કેલ હશે. લોકોએ તેમાંથી બહાર જવા માટે પણ સ્પેસ સૂટ પહેરવા પડશે. મંગળ પર રહેવાની કલ્પના કરવી હજુ પણ મુશ્કેલ છે. વૈજ્ઞાનિકોના મતે 21મી સદીના ઉત્તરાર્ધમાં મનુષ્ય ચંદ્ર અને મંગળ પર રહી શકશે. તેનો પ્રોટોટાઈપ વર્ષ 2050 સુધીમાં તૈયાર થઈ જશે અને અંતિમ સંસ્કરણ બનાવવામાં લગભગ એક સદીનો સમય લાગી શકે છે.
શું છે બુલેટ ટ્રેનનું આયોજન?
ક્યોટો યુનિવર્સિટી અને કાજીમા કન્સ્ટ્રક્શન સ્પેસ એક્સપ્રેસ નામની બુલેટ ટ્રેન પર સાથે મળીને કામ કરવા જઈ રહ્યા છે. આ ટ્રેન પૃથ્વીથી ચંદ્ર અને મંગળ સુધી દોડશે. આ એક ઇન્ટરપ્લેનેટરી ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ હશે, જેને હેક્સાટ્રેક તરીકે ઓળખવામાં આવશે.