Smartphone Tips And Tricks: બાળકો માત્ર એક જ વસ્તુનો આગ્રહ રાખે છે અને જેની સામે માતા-પિતા હારી જાય છે અને તે છે સ્માર્ટફોન. બાળકોને સ્માર્ટફોનને વળગી રહેવાની આદત પડી જાય છે, જેના કારણે માતા-પિતા પરેશાન થઈ જાય છે. ફોન હાથમાં આવતાં જ બાળકો યુટ્યુબ, વોટ્સએપ અને બીજી ઘણી એપ્સ એક્સેસ કરે છે. જો બાળક સામે છે, તો તે સારું છે. પરંતુ જ્યારે બાળક ફોન સાથે એકલું હોય છે, ત્યારે તેઓ સમજી શકતા નથી કે બાળકો ફોન પર શું કરે છે. બાળકો એટલા સ્માર્ટ થઈ ગયા છે કે તેઓ સર્ચ હિસ્ટ્રી પણ ડિલીટ કરી નાંખે છે... જેથી માતાપિતાને ખબર ન પડે કે તેઓ શું જોઈ રહ્યા છે. આ કિસ્સામાં એક એપ તમારી મદદ કરી શકે છે. આની મદદથી તમે સરળતાથી જાણી શકો છો કે બાળક ફોન પર ક્યાં અને શું જોઈ રહ્યું છે. આવો જાણીએ તેના વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ગૂગલ ફેમિલી એપ મોનિટર કરી શકશે-
બાળકો ઈન્ટરનેટનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે તે માટે ગૂગલે આ એપ તૈયાર કરી છે. જો તમારું બાળક નાનું હોય કે કિશોર હોય, તો તમે Family Link ઍપ પર ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટેના નિયમો બનાવી શકો છો. તમે આ એપને તમારા બાળકના ફોનમાં ઈન્સ્ટોલ કરી શકો છો અને તેને એક્સેસ રાખી શકો છો.


બાળકોની દરેક પ્રવૃત્તિ પર નજર રાખશે-
એપ જણાવશે કે બાળક સ્માર્ટફોન પર કેટલો સમય રહે છે. બાળક કઈ એપનો ઉપયોગ કરી રહ્યું છે તેની વિગતો પણ હશે. જો બાળકે કોઈપણ એપ ઈન્સ્ટોલ અને ડીલીટ કરી હશે તો તેની વિગતો પણ તમને દેખાશે.


એપ્સ પર પ્રતિબંધ લગાવી શકાય છે-
જો તમારા બાળકના સ્માર્ટફોનમાં કોઈ એપ બિનજરૂરી છે, તો તમે તેને તમારા ફોનમાંથી જ પ્રતિબંધિત કરી શકશો. ધારો કે, જો બાળકે પ્લે સ્ટોર પરથી કોઈ એપ ઈન્સ્ટોલ કરી હોય, તો તમે તેને તમારા ફોનમાંથી જ પ્રતિબંધિત કરી શકો છો.


સમય મર્યાદા સેટ કરો-
જો તમારું બાળક સ્માર્ટફોન સાથે ચોંટી રહેતા હોય , તો તમે સમય મર્યાદા સેટ કરી શકો છો. એપમાં સમય મર્યાદા સેટ કરવાનો વિકલ્પ છે. સમય મર્યાદા નક્કી થતાં જ બાળકનો સ્માર્ટફોન લોક થઈ જશે.


બાળકનો ફોન લોક કરી શકાય છે-
જો બાળક આખી રાત સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે, તો તમે આ એપની મદદથી બાળકના ફોનને લોક કરી શકો છો. લોક કર્યા પછી બાળક સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકશે નહીં.


લોકેશન જાણી શકશો-
સૌથી વધુ ચિંતા એ છે કે બાળક ક્યાં છે. આ એપ થકી તમે જાણી શકશો કે બાળક કયા સમયે ક્યાં છે. તમારે ફક્ત એપ પર લોકેશન મોડ રાખવાનો છે. બાળક કયા સમયે ક્યાં છે? તમે સરળતાથી લોકેશન ટ્રૅક કરી શકશો.