3 SUV જેટલો પાવર, 10 એરબેગ્સ! આ કારના ધડાધડ બુકિંગથી કંપની ફફડી, 2.10 કરોડની છે કાર
ટોયોટાએ ગયા વર્ષે ભારતમાં નવી પેઢીની લેન્ડ ક્રુઝર લોન્ચ કરી હતી. તેની કિંમત 2.10 કરોડ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. આ ફ્લેગશિપ એસયુવીની ડિલિવરી આ વર્ષે જાન્યુઆરીમાં દેશભરમાં શરૂ કરવામાં આવી હતી.
નવી દિલ્લીઃ ટોયોટા કિર્લોસ્કર મોટરે ભારતમાં લેન્ડ ક્રુઝરની નવી બુકિંગ અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. કંપનીએ કહ્યું કે દેશમાં SUVની ભારે માંગને કારણે આ પગલું લેવામાં આવ્યું છે. બ્રાંડે જણાવ્યું નથી કે તે ક્યારે બુકિંગ ફરી શરૂ કરશે. જોકે, કંપનીએ કહ્યું છે કે આગામી બુકિંગ શરૂ થાય તે પહેલા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
ટોયોટા લેન્ડ ક્રુઝર પણ 2023 ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવી હતી. આ SUV LC300ના નામથી પણ ફેમસ છે. આ SUVમાં 3.3-લિટર V6 ટ્વીન-ટર્બો ડીઝલ એન્જિન છે જે 309 bhp પાવર અને 700 Nm ટોર્ક જનરેટ કરે છે. આ ડીઝલ યુનિટ 10-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.
જો આપણે ફીચર્સ વિશે વાત કરીએ તો, આ લક્ઝરી SUVમાં 12.3 ઇંચની ફ્રી-ફ્લોટિંગ ટચસ્ક્રીન સિસ્ટમ, ચાર-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, પાવર્ડ ટેલગેટ, હીટિંગ અને વેન્ટિલેશન ફંક્શન, પાવર-એડજસ્ટેબલ ફ્રન્ટ સીટ જેવી ઘણી સુવિધાઓ છે.
તેની સુરક્ષા સુવિધાઓ વિશે વાત કરીએ તો, તેમાં 10 એરબેગ્સ, EBD સાથે મલ્ટી-ટેરેન ABS, વ્હીકલ સ્ટેબિલિટી કંટ્રોલ (VSC), ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS), ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ, હિલ-સ્ટાર્ટ આસિસ્ટ અને પાર્કિંગ સપોર્ટ બ્રેકનો સમાવેશ થાય છે. કંપની આ કારમાં રડાર આધારિત એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ એટલે કે ADAS પણ પ્રદાન કરી રહી છે. ભારતમાં, Toyota Land Cruiser લક્ઝરી સેગમેન્ટમાં SUV સાથે સ્પર્ધા કરે છે. આ SUV લેન્ડ રોવર રેન્જ રોવર અને Lexus LX સાથે સ્પર્ધા કરે છે.