Budget Friendly Electric Scooter: દેશમાં જ્યારથી પેટ્રોલના ભાવ વધ્યા છે ત્યારથી ઈલેક્ટ્રિક સ્કુટર લોકોની પહેલી પસંદ બની છે. આજે ભારતીય બજારમાં ઈલેક્ટ્રિક સ્કુટરનો સારો એવો દબદબો છે. અનેક કંપનીઓએ આધુનિક ફીચર્સથી સજ્જ ઈલેક્ટ્રિક સ્કુટર્સ લોન્ચ કર્યા છે. હાલમાં ઈલેક્ટ્રિક વાહનો ખૂબ મોંઘા છે, પરંતુ તેનો અર્થ એ નથી કે માર્કેટમાં સસ્તા ઈલેક્ટ્રિક વાહનો બજારમાં બિલકુલ હાજર નથી. ખાસ કરીને ઈલેક્ટ્રિક સ્કૂટરની વાત કરીએ તો માર્કેટમાં ઘણા સસ્તા ઈલેક્ટ્રિક સ્કૂટર ઉપલબ્ધ છે. ચાલો તમને તેમના વિશે માહિતી આપીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1) Avon E Scoot-
Avon E Scootની કિંમત લગભગ 45,000 રૂપિયા છે. કંપનીનો દાવો છે કે તે 65 કિમીની રેન્જ આપે છે. તેની ટોપ સ્પીડ 24KMPH છે. સ્કૂટર 215W BLDC મોટર અને 48V/20AH બેટરી સાથે આવે છે. બેટરીને ફુલ ચાર્જ થવામાં 6થી 8 કલાકનો સમય લાગે છે.


2) Bounce Infinity E1-
Bounce Infinity E1ની કિંમત રૂ. 45,099 (બેટરી વગરનું વેરિઅન્ટ)થી શરૂ થાય છે. બેટરી પેક વેરિઅન્ટની કિંમત 68,999 રૂપિયા છે. તે 2kWh/48V બેટરી સાથે આવે છે. કંપનીનો દાવો છે કે સ્કૂટરની ટોપ સ્પીડ 65kmph છે અને રેન્જ 85km છે.


3) Hero Electric Optima CX-
Hero Electric Optima CXની (સિંગલ બેટરી વેરિઅન્ટ) કિંમત 62,190 રૂપિયા છે. કંપનીનો દાવો છે કે સ્કૂટરની ટોપ સ્પીડ 45 KM/H છે અને રેન્જ 82KM છે. તેમાં ત્રણ કલર ઓપ્શન છે. તે 51.2V/30Ah બેટરી સાથે આવે છે, જે 4 થી 5 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ શકે છે.


4) Ampere Magnus EX-
Ampere Magnus EXમાં એલસીડી સ્ક્રીન, ઈન્ટીગ્રેટેડ યુએસબી પોર્ટ, કીલેસ એન્ટ્રી અને એન્ટી થેફ્ટ એલાર્મ છે. તે 1.2 kW મોટર સાથે આવે છે. તેની ટોપ સ્પીડ 55 કિમી પ્રતિ કલાક છે. તે 60V, 30Ah બેટરી સાથે આવે છે, જે 121 કિમીની રેન્જ આપવામાં સક્ષમ છે. તેની કિંમત 73,999 રૂપિયા છે.