Mahindra Thar: મહિન્દ્રા કાર્સના લવર્સની રાહનો આવ્યો અંત. કારણ કે મહિન્દ્રા કંપનીએ સત્તાવાર રીતે મહિન્દ્રા થાર RWDને રૂપિયા 9.99 લાખની કિંમત સાથે લોન્ચ કરી છે. કંપનીએ તેનો પાવર ટુ વ્હીલ ડ્રાઈવ સેગમેન્ટમાં પાછળના વ્હીલમાં ટ્રાન્સફર કર્યો છે. જ્યારે મહિન્દ્રા થાર 2WD વર્ઝનની બજારમાં પહેલેથી જ ચર્ચા હતી કે કંપની તેને ઓછી કિંમતે લૉન્ચ કરશે, ત્યારે મહિન્દ્રાએ આજે ​​સત્તાવાર રીતે મહિન્દ્રા થારનું RWD વેરિઅન્ટ રજૂ કર્યું છે જેની કિંમત 4WD કરતાં 3.6 લાખના તફાવત સાથે છે. ચાલો મહિન્દ્રા થારના RWD વેરિઅન્ટમાં ઉપલબ્ધ સુવિધાઓ અને એન્જિન વિકલ્પો વિશે જાણીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિન્દ્રા થાર RWD-
મહિન્દ્રા થારે તેનું 1.5 લીટર એન્જિન સાથેનું ટુ વ્હીલ ડ્રાઇવ વેરિઅન્ટ રજૂ કર્યું છે, જેના કારણે આ કારની કિંમતમાં ફોર વ્હીલ ડ્રાઇવ વેરિઅન્ટની સરખામણીમાં મોટો તફાવત જોવા મળ્યો છે. Mahindra Thar 2WD 1.5 ડીઝલ માત્ર 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે ઓફર કરવામાં આવશે. Mahindra Thar RWD માટે અન્ય પાવરટ્રેન વિકલ્પ 2.0L ટર્બો પેટ્રોલ એન્જિન છે જે ફોર વ્હીલ ડ્રાઇવ વેરિઅન્ટ સાથે પહેલેથી જ ઉપલબ્ધ છે. એન્જિનમાં ફેરફાર કરતી વખતે, કંપનીએ તેના પાવરને કારના પાછળના 2 વ્હીલ્સમાં શિફ્ટ કરી દીધો છે.


પ્રથમ 10,000 ગ્રાહકો માટે વિશેષ ઓફર-
કંપનીએ થાર RWD ખરીદનારા પ્રથમ 10,000 ગ્રાહકો માટે આ કિંમતો લાગુ કરી છે, ત્યારબાદ સ્વાભાવિક રીતે કારની કિંમતોમાં વધારો થતો જોવા મળી શકે છે. એટલે કે, પ્રથમ 10,000 ગ્રાહકોને રૂ.ની પ્રારંભિક કિંમત સાથે કાર ખરીદવા મળશે.


મહિન્દ્રા થાર RWD કિંમતો-
કંપનીએ મહિન્દ્રા થારના AX(o) વેરિયન્ટની કિંમત રૂ. 9.99 લાખથી શરૂ કરી છે, જ્યારે Thar 2 WDનું LX વેરિઅન્ટ રૂ. 10.99 લોકમાં ઉપલબ્ધ થશે, જે AX(O) કરતાં રૂ. 1 લાખ મોંઘું છે. ગ્રાહકો 13.49 લાખ રૂપિયાની સૌથી વધુ કિંમતે LX RWD પેટ્રોલ AT વેરિઅન્ટ ખરીદી શકશે.