પેટ્રોલ-ડીઝલની ચિંતા થશે દૂર! મારુતી લાવી રહી છે સાવ સસ્તા ઈંધણવાળી આ શાનદાર કાર
નવી દિલ્લીઃ ભારતમાં સૌથી વધુ વેચાતી અને સૌથી મોટી વાહન બનાવતી કંપની મારુતિ સુઝુકીએ નવી કાર અને SUVની વ્યાપક રેન્જ લોન્ચ કરવાનું એલના કર્યું છે. કંપની નવી બલેનો, અર્ટિગા અને એક્સએલ6 માર્કેટમાં લોન્ચ કરી ચૂકી છે. હવે આવતા 1-2 વર્ષમાં કંપની 4 નવી SUV ભારતમાં લાવવનો પ્લાન કરી રહી છે. મારુતિ સુઝુકી છેલ્લા થોડા સમયથી સતત પડી રહેલા પોતાના માર્કેટને ફરી ઉપર લાવવાના પૂરા પ્રયાસ કરી રહી છે. જાણકારી મુજબ, 2023માં કંપની E20 વાહનો લાવશે. જેમાં હાઈબ્રિડ અને ફ્લેક્સ ફ્યૂલવાળી કાર લોન્ચ કરવામાં આવશે.
CNG કાર પર ફોકસઃ
મારુતિ સુઝુકી છેલ્લા થોડા સમયથી CNG કારો પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે અને આવનાર સમયમાં કંપની ઘણી સારી કારને CNG સાથે માર્કેટમાં લાવી રહી છે. મારુતિ સુઝુકીના ચીફ ટેક્નોલોજી ઓફિસર સીવી રમને કહ્યું કે, કંપની જલદી જ માઈલ્ડ હાઈબ્રિડ, સ્ટ્રોન્ગ હાઈબ્રિડ અને ઈલેક્ટ્રિક કાર ભારતમાં લોન્ચ કરવાની છે. એપ્રિલ 2023 પહેલાં કંપની નવા CNG અને ફ્લેક્સ પ્યૂલ ટેકનીકવાળા વાહન બજારમાં લાવશે. તે સિવાય વાહનોની ટ્યૂનિંગનું કામ પણ 2023 સુધીમાં પૂરું થઈ જશે.
શું છે E20 વાહનઃ
સીવી રમને વધુમાં કહ્યું કે એપ્રિલ 2022થી ફ્લેક્સ ફ્યૂલવાળા વાહન આવવાના શરૂ થઈ જશે. જે E20 મટિરિયલ કંપોનેંટની સાથે આવશે. E20 જે બ્લેંડેડ ફ્યૂલ હોય છે જે 20 ટકા ઈથેનોલ અને 80 ટકા પેટ્રોલનું મિશ્રણ હોય છે. જણાવી દઈએ કે, આ બ્લેંડેડ પેટ્રોલ ખુબ જ સસ્તુ હોય છે અને 2025 સુધી ભારત સરકાર 20 ટકા ઈથેનોલની સાથે મળેલા પેટ્રોલનું વેચાણ આખા દેશમાં ઉપલબ્ધ કરાવશે. હાઈબ્રિડ સિસ્ટમ લગાવવાથી કંપનીની કારોનું માઈલેજ વધપે સારું થશે.